- તમિલનાડુ અને કેરળના પરિણામો સામાન્ય લાગ્યા, પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર પેટમાં ચૂક કેમ આવી? કહેવાતા મોટા પદ પર બેઠેલા નિષ્ણાતની બગલમાંથી નીકળતી કટ્ટરતા પર ઉઠતા સવાલો
હેમંત પરમાર દ્વારા
ચૂંટણી આવે એટલે કહેવાતા નિષ્પક્ષ વિશ્લેષકો, પત્રકારો અને નિષ્ણાતો ટીવી સ્ક્રીન પર કે અખબારોમાં પોતાનું જ્ઞાન પીરસવા બેસી જાય છે. પરંતુ, જ્યારે ચૂંટણીના પરિણામો આવે છે ત્યારે તેમની અંદર છુપાયેલી અસલી માનસિકતા જગજાહેર થઈ જાય છે. તાજેતરમાં બનેલી એક ઘટનાએ અને એક વ્યક્તિના નિવેદનોએ ફરી એકવાર એ વાત સાબિત કરી દીધી છે કે, એક મુસ્લિમ ભલે ગમે તેટલા ઊંચા કે સન્માનજનક પદ પર કેમ ન પહોંચી જાય, તે પોતાની અંદરની કટ્ટરપંથી વિચારસરણી ક્યારેય છોડી શકતો નથી.
આ સવાલ કોઈ હવામાંથી નથી ઉઠ્યો, પરંતુ તેમના સિલેક્ટિવ આશ્ચર્યના કારણે ઉઠ્યો છે. પોતાની જાતને તટસ્થ ગણાવતા આ મહાશયની હાલત જોઈને આજે જાગૃત નાગરિકો સવાલો પૂછી રહ્યા છે. તેમના આશ્ચર્યનું જરા પોસ્ટમોર્ટમ કરીએ.
दुनियां की सबसे बड़ी ‘डेमोक्रेसी’ को इतनी आसानी से ‘हाईजैक’ किया जा सकता है ये हमने सोचा भी नहीं था: बंगाल चुनाव के नतीजों पर ‘पूर्व मुख्य चुनाव आयुक्त एस वाई कुरैशी’ ने कहा.#SYQuraishi #Bengal #Election #BJP
पूरी वीडियो यहां देखें 👇 https://t.co/Z3m5jVW5jt pic.twitter.com/EWwrO7eopH
— Journo Mirror (@JournoMirror) May 18, 2026
સૌથી પહેલો સવાલ તમિલનાડુનો
તમિલનાડુના ચૂંટણી પરિણામો યાદ છે? ત્યાં માત્ર એક જ વર્ષ પહેલાં બનેલી એક નવીસવી પાર્ટીએ ચૂંટણી લડી અને સીધી જ સરકાર બનાવી લીધી. એ માટે કોંગ્રેસ સહિત તકવાદી પક્ષોનો ટેકો લીધો. રાજકીય ઇતિહાસમાં આ કોઈ નાનોસૂનો ચમત્કાર નહોતો. રાતોરાત જનતાએ એક નવી પાર્ટીને ખોબેખોબા ભરીને મત આપી દીધા. પણ, આપણા આ નિષ્ણાત મહાશયના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય નહોતું. જાણે કે તમિલનાડુની જનતાએ કોઈ જાદુઈ ગોળી ખાઈ લીધી હોય અને એમને આ બધું એકદમ નોર્મલ લાગ્યું. આવો મોટો રાજકીય ભૂકંપ આવ્યો, છતાં એમના પેટનું પાણી કેમ ન હલ્યું?
હવે વાત કરીએ કેરળની
કેરળમાં છેલ્લા ૧0-૧0 વર્ષથી એક જ પાર્ટીની સત્તા હતી. એ મજબૂત કિલ્લાને તોડીને વિરોધ પક્ષે અર્થાત કોંગ્રેસ ત્યાં સત્તા મેળવી અને નવી સરકાર બનાવી દીધી. ૧0 વર્ષની એન્ટી-ઇન્કમ્બન્સીનો ટ્રેન્ડ અચાનક પલટાઈ જવો એ કોઈ સામાન્ય વાત નથી. કોઈપણ સાચા અને નિષ્પક્ષ વિશ્લેષક માટે આ એક ભારે આશ્ચર્યનો વિષય હોવો જોઈએ. પણ ના, આપણા આ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા ભાઈસાહેબને એમાંય કોઈ જ નવાઈ ન લાગી. એમના માટે કેરળનું પરિણામ જાણે સવારમાં ચા પીવા જેટલી સામાન્ય ઘટના હતી.
તો પછી હવે સવાલ એ ઊભો થાય છે કે આ ભાઈસાહેબને આશ્ચર્ય ક્યાં થયું? તેમને આશ્ચર્ય, આઘાત, આંચકો અને હાર્ટ-એટેક જેવી સ્થિતિ માત્ર ને માત્ર ભાજપની જીત પર જ કેમ અનુભવાઈ?
આ પણ વાંચોઃ સંસ્થાનું નામ હિન્દુ રાષ્ટ્ર શક્તિ, પણ ચેરમેનનું નામ જાણો છો? જુઓ વીડિયો
જ્યારે દેશની જનતા ભાજપને બહુમતી આપે છે, ત્યારે જ આ લોકોના મનમાં લોકશાહી ખતરામાં હોવાના ભણકારા વાગવા માંડે છે. ભાજપ જીતે એટલે તરત જ એમના ચહેરા પર એવું આશ્ચર્ય છવાઈ જાય છે જાણે આભ તૂટી પડ્યું હોય. ભાજપને મળતો જનાધાર જોઈને તેમની અંદરનો છુપો એજન્ડા અને કટ્ટરવાદ સપાટી પર આવી જાય છે.
આ આખો ઘટનાક્રમ એક જ કડવી વાસ્તવિકતા સાબિત કરે છે કે તમે ગમે તેટલા મોટા પદ પર બેઠા હોવ, પણ જો તમારા મનમાં કોઈ એક ચોક્કસ વિચારધારા પ્રત્યે નફરત અને કટ્ટરતા ભરેલી હશે, તો તે પરિણામોના દિવસે ખુલ્લી પડી જ જશે. તમિલનાડુ અને કેરળના ચમત્કારો પચાવી જનારા લોકોને ભાજપની જીત કેમ નથી પચતી? કારણ કે તેમની આંખો પર તટસ્થતાના ચશ્મા નથી, પરંતુ કટ્ટરપંથી વિચારસરણીના મોતિયા આવી ગયા છે. જનતા હવે આ સિલેક્ટિવ આશ્ચર્ય પાછળની ગેમ સમજી ગઈ છે.

