Site icon Revoi.in

હાથરસ ગેંગરેપ કેસમાં ચાર આરોપીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ કરી ફાઈલ

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ઉત્તરપ્રદેશના હાથરસના ગેંગરેપ અને હત્યા કેસમાં તપાસનીશ એજન્સી સીબીઆઈએ આજે કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ કરી હતી.

કેસની હકીકત અનુસાર ગત 14મી સપ્ટેમ્બરના રોજ હાથરસ ગામના ખેતરમાં પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી. જેથી તેમને અલીગઢની હોસ્પિટલમાં અને ત્યારબાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતાએ તેના જ ગામના 4 છોકરાઓ પર સામુહિક બળાત્કારનો આરોપ મૂક્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને તાત્કાલિક તપાસ આરંભી તમામની ધરપકડ કરી હતી. દરમિયાન યુપી પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે દાવો કર્યો હતો કે પીડિતા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો નથી. યુપી પોલીસના આ નિવેદન બાદ કોર્ટે યુપી પોલીસને પણ ઠપકો આપ્યો હતો. આ કેસમાં, યોગી સરકાર દ્વારા એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી, જે તપાસ બાદ રિપોર્ટ સરકારને સુપરત કર્યો હતો.

આ કેસમાં યોગી સરકાર દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી, ત્યારબાદ સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને પીડિતાના પરિવાર સાથે અનેક વખત પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ અલીગઢ જેલમાં ચાર આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓનો પોલિગ્રાફી ટેસ્ટ અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. દરમિયાન સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓ હાથસર કોર્ટમાં ગયાં હતા. જ્યાં આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે આ કેસમાં આગામી દિવસોમાં આરોપીઓ સામે ચાર્જફેમ કરવામાં આવશે.