Site icon Revoi.in

ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણ મુદ્દે CBIના સમગ્ર દેશમાં 76 સ્થળો ઉપર દરોડા

Social Share

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં સીબીઆઈએ ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના મુદ્દે દરોડા પાડ્યાં હતા. ઓનલાઈન બાળ જાતી શોષણ સંબંધિત ગુનામાં 83 આરોપીઓ સામે લગભગ 23 જેટલા કેસ નોંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

સીબીઆઈએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના આરોપમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની અલગ-અલગ ટીમોએ મળીને લગભગ 76 જગ્યાએ દરોડા પાડ્યા છે.આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંધ્ર પ્રદેશ, દિલ્હી, યુપી, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ઓનલાઈન બાળ જાતીય શોષણ સંબંધિત ફરિયાદો પર કુલ 83 આરોપીઓ વિરુદ્ધ 23 અલગ-અલગ કેસ નોંધ્યા છે.

સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ દરોડા ઓપરેશન સંકલિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.