Site icon Revoi.in

બિહારમાં લાલુ પ્રસાદ યાદવના નજીકના સબંધી આરજેડી નેતાના ત્યા CBI એ પાડ્યા દરોડા 

Social Share

પટના –  દેશના કેટલાક રાજ્યોમાં રાજકરણ ગરમાયું છે, રાજકિય ઉથલ પાથલ વચ્ચે સીબીઆઈની તપાસ તેજ બની રહી છે ત્યારે મુંબઈ દિલ્હી બાદ હવે બિહારની પણ વારી આવી ચૂકી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ સીબીઆઈ એ લાલુ પ્રસાદ યાદવના નજીકના સંબંધીને ત્યા દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે.

નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા સીબીઆઈ એ આરજેડી નેતા સુનિલ સિંહના ઘરે દરોડા પાડ્યા છે. બુધવારે સવારે 8 વાગ્યે આસપાસ સીબીઆઈની ટીમ દરોડા પાડવા માટે પટનામાં સુનીલ સિંહના ઘરે પહોંચી હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા નોકરી કૌભાંડ માટે કથિત જમીનમાં કરવામાં આવી રહ્યો છે. સુનીલ સિંહ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નજીકના મિત્ર છે. 

ઉલ્લેખનીય છે કે  સુનીલ સિંહને લાલુ પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે અને તેમને રાબડી દેવીના ભાઈ પણ કહેવામાં આવે છે. પટનામાં તેમના નિવાસસ્થાને દરોડા પાડવા માટે સીઆરપીએફની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે. સીબીઆઈના આ દરોડા અંગે સુનિલ સિંહે કહ્યું કે, દરોડા માટે આજનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમને જાણીજોઈને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

પટનામાં જ એક અન્ય આરજેડી નેતા અને રાજ્યસભા સાંસદ અશફાક કરીમના ઘરે પણ કેન્દ્રીય એજન્સીએ દરોડા પાડ્યાના સમાચાર મળી રહ્યા છે. આ દરોડા દરમિયાન CRPF તૈનાત કરવામાં આવી છે. જો કે આ મામલે હજી કોઈ પણ વિગતો સામે આવી નથી

સીબીઆઈની આ કાર્યવાહી બિહાર વિધાનસભામાં મહાગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા થઈ છે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ બુધવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારનું બહુમત પરીક્ષણ થશે. જો કે આ થાય તે પહેલા જ સીબીઆઈએ પોતાનાી કાર્યવાહી કરી છેય