Site icon Revoi.in

કેન્દ્ર એ આપી મંજૂરી – કોવેક્સિન અને કોવિશિલ્ડ લીધી હશે તો પણ બૂસ્ટર ડોઝ તરીકે કાર્બોવેક્સ વેક્સિન લઈ શકાશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેરવ જ્યારથી વર્તાઈ રહ્યો ત્યારથી કોરોના સામે રસીકરણ અભિયાન પણ તેજ બન્યું અત્યાર સુધી કરોડો લોકોને વેક્સિનના બન્ને ડોઝ મળી ચૂક્યા છે તો સાથે ત્રીજો ડોઝ પણ સાવચેતીના ડોઝ રુપે આપવાનું સરકારે ચાલુ કર્યું હતું  ત્યારે હવે ભારત સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બાયોલોજિક્સ EK Corbevax ને સાવચેતીનાં ડોઝ તરીકે મંજૂરી આપી છે. કે

કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અથવા કોવેક્સિન રસીના બે ડોઝ મેળવનાર પુખ્ત વયના લોકો માટે ‘કોર્બેવેક્સ’ રસીના બૂસ્ટર ડોઝના વહીવટને મંજૂરી આપી છે. દેશમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે જ્યારે પ્રથમ અને બીજા ડોઝ તરીકે આપવામાં આવેલી રસી સિવાયની  આ રસી સાવચેતીના ડોઝ તરીકે આપવામાં આવશે.

રસીકરણ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશનની ભલામણોના આધારે આ પરવાનગી આવી  છે. “સાવચેતીના ડોઝ તરીકે, કોર્બેવેક્સ રસી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ધ્યાનમાં લેવામાં આવી છે જેમણે કોવેક્સીન અથવા કોવિશિલ્ડ રસીની બીજી માત્રા પ્રાપ્ત કર્યાના છ મહિના અથવા 26 અઠવાડિયા પૂર્ણ કર્યા છે. આ વય જૂથના લોકોને અગાઉ જે રસી આપવામાં આવી છે તેના કરતાં અલગ સાવચેતીનો ડોઝ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતની પ્રથમ સ્વદેશી RBD પ્રોટીન સબ્યુનિટ ‘Corbevax’ રસી હાલમાં 12 થી 14 વર્ષની વય જૂથના બાળકોને આપવામાં આવી રહી છે. કોવિડ-19 વર્કિંગ ગ્રૂપે 20 જુલાઈએ યોજાયેલી બેઠકમાં ત્રીજા તબક્કાના ડેટાની સમીક્ષા કરી હતી.