Site icon Revoi.in

કાશ્મીરમાં નિર્દોશોની હત્યાઓના પગલે કેન્દ્ર સરકાર ચિંતિત, અમિત શાહે સુરક્ષા એજન્સીઓને કર્યા નિર્દેશ

Social Share

દિલ્હીઃ કાશ્મીરમાં ફરી એકવાર વર્ષો બાદ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્તિ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત સહિતના નિર્દોશો ઉપર હુમલો કરી રહ્યાં છે. વર્ષ 1990 બાદ કાશ્મીરમાં જે પેટર્નથી કાશ્મીરી પંડિત ઉપર હુમલા થતા હોય તેવી રીતે જ આ ઘટનાને અંજામ આવતો હોવાનું મનાઈ રહ્યું છે. કાશ્મીરમાં નિર્દોશો ઉપર થઈ રહેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદીઓને ઠાર મારવા અથવા ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓને સુચના આપી હોવાનું જાણવા મળે છે. કાશ્મીરમાં નિર્દોષો અને લઘુમતીઓની હત્યાઓ સામે કડક કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સ્પષ્ટ માર્ગદર્શિકા બાદ કેન્દ્રએ આતંક વિરોધી નિષ્ણાત ટીમને કાશ્મીરમાં મોકલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લશ્કર-એ-તૈયબા સમર્થિત આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત ફાર્માસિસ્ટ, શાળાના આચાર્ય, શિક્ષકની ગોળી મારીને હત્યા કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીર પર બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેટલાક નિર્દેશ કર્યાં હતા. ઈન્ટેલિજન્સ બ્યુરોના સીટી ઓપરેશન્સના વડા તપન ડેકા કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સામેની લડાઈની વ્યક્તિગત દેખરેખ રાખશે. અન્ય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની કેટલીક ટીમ કાશ્મીરમાં અગાઉથી પહોંચી ચૂકી છે. સુરક્ષા અધિકારીઓના મતે, કાશ્મીરમાં તાજેતરમાં આતંકવાદીઓએ કરેલી હત્યાઓમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સંભવ છે કે, ડ્રોન દ્વારા સરહદ પારથી ખીણના ઉપલા ભાગમાં મોકલાઈ હોઈ હશે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત સામે મોટી ચિંતા એ છે કે આગામી દિવસોમાં પાકિસ્તાની જેહાદીઓ અફઘાનિસ્તાનથી ખીણમાં અમેરિકન સ્નાઈપર રાઈફલ્સ અને હથિયારો લઈ આવે તેવી સંભાવના છે.