1. Home
  2. Tag "Concerned"

અમદાવાદ શહેર-જિલ્લામાં સરેરાશ 54 ટકા જેટલુ મતદાન, ઓછા મતદાનથી ઉમેદવારો ચિંતિત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. સૌથી વધારે સાબરકાંઠા જિલ્લામાં 66 ટકાથી વધારે મતદાન યોજાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન અમદાવાદ શહેર-જિલ્લામાં થયાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર-જિલ્લામાં લગભગ 54 ટકા જેટલુ મતદાન થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરની ઘાટલોડિયામાં 55, વેજલપુરમાં […]

અરવલ્લી જિલ્લામાં બટાકાના ઉત્પાદનમાં વિઘાદીઠ ઉતારો ઓછો આવતા ખેડુતો ચિંતિત

મોડાસાઃ  અરવલ્લી જિલ્લામાં બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મોટેભાગે વેફર બનાવવામાં વપરાતા એલ.આર. બટાકાના વાવેતર બાદ ચાલુ વર્ષે ખેડૂતોને વિઘાદીઠ 40થી 50 મણનો ઉતારો ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલા બટાકાનો […]

કોરોનાને લીધે નિયંત્રણો મુકાય તે પહેલા જ વેપારીઓ અને પરપ્રાંતના શ્રમિકો બન્યા ચિંતિત

અમદાવાદઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, સહિતના કાર્યક્રમો રદ કરી દીધા છે. બીજીબાજુ આજે મુખ્યમંત્રીએ હાઈલેવલ બેઠક બોલાવીને સ્થિતિની સમિક્ષા કરી હતી. અને કોરોનાને કાબુમાં લેવા સરકાર એક્શનપ્લાન ઘડીને કેટલાક નિયંત્રણો લાદે તેવી શક્યતા છે.  નિર્ણય ટૂક આ સમયમાં અંગેનો  લેવાશે. પણ લોકોમાં  હાલ ચર્ચા ચાલી […]

વાઈબ્રન્ટ સમિટની ધૂમ તૈયારીઓ, કોરોનાના નવા વાયરસથી સરકાર ચિંતિત

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ સમિટનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે.આ સમિટ માટે 1937 જેટલા ઉદ્યોગકારો અને 1904 જેટલી કંપનીઓએ નોંધણી કરાવી દીધી છે. બીજી તરફ દ. આફ્રિકા સહિતના […]

રાસાયણિક ખાતર, દવાના ઉપયોગને લીધે વિદેશમાં મરી-મસાલા રિજેક્ટ થતાં નિકાસકારો ચિંતિત

મહેસાણા : એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાંથી વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશ પટેલ રજૂઆત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે જીરું, વરિયાળી, ઇસબગુલ, સહિત […]

કાશ્મીરમાં નિર્દોશોની હત્યાઓના પગલે કેન્દ્ર સરકાર ચિંતિત, અમિત શાહે સુરક્ષા એજન્સીઓને કર્યા નિર્દેશ

દિલ્હીઃ કાશ્મીરમાં ફરી એકવાર વર્ષો બાદ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્તિ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત સહિતના નિર્દોશો ઉપર હુમલો કરી રહ્યાં છે. વર્ષ 1990 બાદ કાશ્મીરમાં જે પેટર્નથી કાશ્મીરી પંડિત ઉપર હુમલા થતા હોય તેવી રીતે જ આ ઘટનાને અંજામ આવતો હોવાનું મનાઈ રહ્યું છે. કાશ્મીરમાં નિર્દોશો ઉપર થઈ રહેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે […]

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. હવામાન વિભાગ દ્વારા તા. 8થી 10મી જાન્યુઆરી સુધી ઉત્તર અને દક્ષિણ […]

ગુજરાતમાં ઉત્તરાયણમાં કોરોનાના સંક્રમણને લઈને તંત્ર ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર દેશમાં જાણીતી છે. બીજી તરફ હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઉત્તરાયણને લઈને લોકો મોટી સંખ્યામાં પતંગ અને માજાની ખરીદી કરવા ઉમટી પડવાની શકયતાઓ વ્યક્ત થઈ છે. જેથી આ સમયગાળો તંત્ર માટે મુશ્કેલી ભર્યો રહેવાની શકયતા છે. ગુજરાત હાઈકોર્ટે […]

ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી, ખેડૂતો બન્યાં ચિતિત

અમદાવાદઃ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો અને તા. 10 અને 11મી ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જો રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ તા. 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code