Site icon Revoi.in

કોબીજની આ 4 નવી રેસિપીથી બદલો રોજની રસોઈનો સ્વાદ

Social Share

આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ જાગ્રુક બન્યા છે અને ખાણીપીણીમાં સ્વાદની સાથે પોષક તત્વોને પણ પ્રાથમિકતા આપે છે. રસોડામાં આસાનીથી મળી રહેતી કોબીજ ફાઇબર, વિટામિન સી, વિટામિન કે અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. જો તમે રોજ એક જ પ્રકારની શાકભાજી ખાઈને બોર થઈ ગયા હોવ, તો કોબીજમાંથી બનતી આ સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય કરી શકો છો, જે નાસ્તાથી લઈને લંચ કે ડિનર માટે ઉત્તમ વિકલ્પ છે.

બેસનમાં ઝીણી સમારેલી કોબીજ, કાંદો, લીલા મરચાં, ધાણા, હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો. હવે તવા પર થોડું તેલ મૂકીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ પુડલા લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં અને પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે.

ઝીણી સમારેલી અથવા હળવી બાફલી કોબીજને તાજા દહીંમાં ઉમેરો. તેમાં શેકેલું જીરું, સંચળ, સ્વાદ મુજબ મીઠું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઉનાળાની ઋતુમાં આ રાયતું પેટને ઠંડક પહોંચાડવાની સાથે પાચન માટે પણ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. દહીંમાંથી કેલ્શિયમ અને પ્રોટીન મળે છે, જ્યારે કોબીજ પોષક તત્વો પૂરા પાડે છે.

એક નોન-સ્ટીક પેનમાં ઝીણી સમારેલી કોબીજ, ગાજર અને શિમલા મરચાં લો. તેમાં 2 થી 3 ચમચી પાણી ઉમેરીને 4 થી 5 મિનિટ માટે ધીમા તાપે ચડવા દો. ત્યારબાદ તેમાં કાળા મરીનો પાવડર, થોડું મીઠું અને લીંબુનો રસ ઉમેરો. તેને વધારે પડતી ચડાવવી નહીં જેથી તેના પોષક તત્વો જળવાઈ રહે. આ ઓછી કેલરીવાળી અને હળવી રેસિપી વિટામિન અને ફાઇબરનો સારો સ્ત્રોત છે.

ઝીણી સમારેલી કોબીજમાં ગાજર, કાકડી, ટમેટા અને કાંદો મિક્સ કરો. ઉપરથી લીંબુનો રસ, કાળા મરી અને મીઠું ભભરાવીને બરાબર ભેળવી દો. જો ઇચ્છો તો તેમાં શેકેલા તલ પણ ઉમેરી શકો છો. એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન સીથી સમૃદ્ધ આ સલાડ રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવામાં અને પાચન સુધારવામાં મદદરૂપ બને છે.

જે લોકોને ગેસ કે એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમણે કોબીજ મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ, કારણ કે કેટલાક કિસ્સાઓમાં આ સમસ્યા વધી શકે છે. થાઇરોઇડના દર્દીઓએ ડૉક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું યોગ્ય છે. જો કોઈ વ્યક્તિને કોબીજથી એલર્જી હોય તો તેણે તેનાથી દૂર રહેવું. સામાન્ય રીતે સંતુલિત માત્રામાં કોબીજનું સેવન સલામત માનવામાં આવે છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી તકલીફ હોય તો નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

Exit mobile version