Site icon Revoi.in

અલીગઢઃ મદરેસામાં અભ્યાસ માટે આવતા બાળકોને સાંકળથી બંધક બનાવાયાં ?

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક મદરેસાની એક હ્રદય દ્રવી ઉઠે તેવી ચોંકાવનારી તસવીર સામે આવે છે. અહીં બાળકોને મોટી-મોટી સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા. આ પહેલા વર્ષ 2014માં પણ આવી જ રીતે તે સમયે પણ બાળકોને સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યાં હતા. અહીંથી કોઈ બાળક ભાગીને સફળ થતા સમગ્ર ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે. અલીગઢના આ મદરેસામાં 5થી 6 વર્ષની ઉંમરના બાળકોને લોખંડની સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે આ પ્રકરણની તપાસ શરૂ કરી છે. પોલીસ એ શોધવાનો પ્રયાસ શરૂ કરી છે. બાળકોને કંઈ વાતની સજા આપવામાં આવી હતી. તેમજ આ ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે. મામલો અલીગઢના થાના સાસની ગેટ વિસ્તારાનો હોવાનું જાણવા મળે છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મદરેસાના મૌલાના દબંગ સ્વભાવનો છે અને તે બાળકોને અવાર-નવાર માર મારે છે. પોલીસને જ્યારે સમગ્ર મામલાની જાણકારી મળી તો તેમમે તાત્કાલિક મદરેસા સંચાલકની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. મૌલાનાના જણાવ્યા અનુસાર પરિવારજનોની મરજીથી બાળકોને સાંકળથી બાંધવામાં આવ્યાં હતા. બાળકો અભ્યાસ કરવાને બદલે ભાગી જાય છે.

વાયરલ વીડિયોમાં ચાર બાળકોના હાથમાં સાંકળ જોવા મળી રહી છે. પોલીસ પાસે જ્યારે આ વીડિયો આવ્યો તો તેમને સત્યતાની તપાસ શરૂ કરી હતી. વીડિયો સાચો હોવાનું માલુમ પડતા જ પોલીસે સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં એક બાળક સાંકળથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ મદરેસાના સંચાલક ફરીમુદ્દીનની અટકાયત કરી હતી.

પોલીસે મામલાની સત્યતા જાણવા માટે બાળકોના માતા-પિતાને બોલાવ્યાં હતા. આ ઘટનામાં ફરિયાદ સ્થાનિક લોકોએ જ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સંચાલક બાળકો પાસે પૈસાની માંગણી કરતો હતો. સ્થાનિકોએ મૌલાના સામે અન્ય ગંભીર આક્ષેપ પણ કર્યાં હતા. જ્યારે બીજા પક્ષે કહ્યું હતું કે, પડોશીઓ સાથે ઝઘડો થયો હતો. જેના કારણે તેમણે આ ખોટી ફરિયાદ કરી છે. જો કે, હાલ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ વીડિયો ક્યાંરનો છે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.