Site icon Revoi.in

ચીનની બાંગ્લાદેશને વોર્નિંગ: QUAD સાથે સંબંધો ન વિકસાવવા આપી ધમકી

Social Share

દિલ્લી: ચીનની વધતી તાકાત અને ન કામની દાદાગીરીને રોકવા માટે QUAD નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન એમ ચાર દેશો છે. આ ગ્રુપને વિશ્વના અન્ય દેશો પણ સહયોગ આપવા માગે છે ત્યારે આમાં બાંગ્લાદેશ પણ સામેલ છે. આ વાતની ચીનને જાણ થતા તેણે બાંગ્લાદેશને ચેતવણી આપી છે અને બાંગ્લાદેશને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે જો બાંગ્લાદેશ QUAD સાથે કોઈપણ પ્રકારની ભાગીદારી કરી તો ચીન અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બગડી શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશમાં ચીનની રાજદૂતે લી જીમીંગએ એક મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જો બાંગ્લાદેશ ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સાથે જો કોઈપણ રીતે જોડાય છે તો ચીન અને બાંગ્લાદેશના સંબંધો પણ બહુ ખરાબ રીતે વણસી જશે. ચીનના રાજદૂતે તે પણ કહ્યું કે આ જ સંદેશ શેખ હસીનાની સરકારને ગત અઠવાડિયે ચીનના ડિફેંસ મિનિસ્ટર વેઈ ફેઈન્ગેં આપ્યો હતો.

જો કે છેલ્લા એક વર્ષથી ભારતની સરકારે ચીન સામે કડક વલણ અપનાવ્યું છે જેના કારણે ચીન વધારે અકળાયેલુ છે. ચીન કોઈ પણ સાઉથ એશિયન દેશને QUADની નજીક જતા જોવા નથી માંગતુ અને તેનું કારણ છે કે આ દેશો જો QUAD સાથે સંબંધો સુધારશે તો ચીનનો થોડો ગણો જમાવેલો દબદબો જતો રહેશે. જેમા ચીન માને છે કે તેનો દબદબો છે.

ભારતના કેટલાક પાડોશી દેશો ચીન પાસેથી કોરોનાવાયરસની વેક્સિન ખરીદી રહ્યા છે કારણ કે ભારતમાં નિકાસ કરવા માટે વેક્સિન બની નથી.