Site icon Revoi.in

લોન એપ કૌભાંડમાં દિલ્હી એરપોર્ટ ઉપરથી ચીનના નાગરિકની ધરપકડ

Social Share

દિલ્હીઃ મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોનની લોભામણી લાલચ આપીને લોકોને ફસાવી તેમની પાસેથી ઉંચી રકમ વસુલવાના લોન એપ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કૌભાંડ લગભગ 21 હજાર કરોડનું હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં લોન એપ મારફતે લોનની આપનારી વિવિધ કંપનીઓનું નેટવર્ક સંભાળતા મુખ્ય સૂત્રધાર એવા ચીની નાગરિકની પોલીસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે. આ આરોપી ભારત છોડીને ભાગવાની ફીરાકમાં હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો. સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોન એપ કૌભાંડમાં પોલીસે ઝૂ વેઇ લાંબો નામની ચીની નાગરિકની દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે. આરોપી ગેરકાયદેસર લોન એપ કૌભાંડના સમગ્ર ઓપરેશનનો સુત્રધાર હોવાનું જાણવા મળે છે. આરોપી વિવિધ કંપનીઓ થતી લોન નેટવર્ક સંભાળતો હતો.

પોલીસે સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ નાગારાજૂ નામનો શખ્સની ધરપકડ કરી હતી. આરોપી કોલસેન્ટર ચલાવતો હતો અને કોલસેન્ટરમાંથી દેવાદારોને ફોન કરીના લોનના નાણા માટે ધમકી આપવામાં આવતી હતી. દક્ષિણ ભારતમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે લોન મેળવ્યા બાદ કંપનીઓની ધમકીના કારણે 3 વ્યક્તિઓએ આત્મહત્યા કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. જેથી હૈદરાબાદ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લીધા હતા.

મોબાઈલ એપ્લિકેશન મારફતે લોન આપતી કંપનીઓનું ટર્નઓવર 21 હજાર કરોડથી વધારે હોવાનું તપાસમાં ખૂલ્યું છે. એટલું જ નહીં દેશમાં દિલ્હી, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, મુંબઇ, પૂણે, નાગપુર અને બેંગાલુરુ જેવા મોટા શહેરોથી આ લોન એપ નેટવર્કના તાર જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.