Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઢેર

Social Share

જમ્મુ : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અવંતીપોરાના ત્રાલ ખાતે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ ધાર્મિક સ્થળે છુપાયા છે. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. હાલમાં બાકી રહેલા આતંકવાદીઓને સરેન્ડર કરવા કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ ગુપ્તચર એજન્સીઓ ત્રાલના નોબુગ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અને સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે.

સુરક્ષા દળોએ સ્થાનિક લોકોની મદદથી બહાર આવીને આતંકવાદીઓને શરણાગતિ માટે પ્રયાસો કર્યા. એક આતંકવાદીનો ભાઈ અને સ્થાનિક ઇમામ સાહેબને અંદર મોકલવામાં આવ્યા હતા. પરંતુ આતંકીઓ શરણાગતિ સ્વીકારવા તૈયાર ન હતા.

આ સમયે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ એક ઉત્તમ જવાબ આપ્યો હતો અને અત્યાર સુધી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજુ સુધી આતંકીઓની સંખ્યા જાણી શકાય નથી. સર્ચ ઓપરેશન હજી શરૂ છે.

દેવાંશી

Exit mobile version