Site icon Revoi.in

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ ઝૂંબેશ,

Social Share

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમા બે દિવસ પહેલા પૂર્ણ થતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. હાલ ભવનાથ તળેટીમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. તેથી તળેટી વિસ્તારમાં  મ્યુનિ.ના સુપરવાઇઝર તેમજ આસિસ્ટન્ટ સુપરવાઇઝરના નિરીક્ષણમાં 150 થી વધુ સફાઈ કામદારો દ્વારા ટ્રેક્ટર, જેસીબીથી કચરો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિક્રમાના માર્ગ પર અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો વધુ જોવા મળી રહ્યો છે. તેથી પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરવામાં આવી રહ્યો છે.

જુનાગઢ ભવનાથમાં પરિક્રમા માટે આ વખતે 13 લાખથી વધુ યાત્રિકો આવ્યો હતા. પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટી વિસ્તારમાં કચરાના ઢગલાં જોવા મળ્યા હતા. જેથી જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ ઝૂંબેશ આદરવામાં આવી છે. અને  150 જેટલા સફાઈ કામદારોને કામે લગાવવામાં આવ્યા છે. રાઉન્ડ ધ ક્લોક સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. 150 સફાઈ કામદારોની કામગીરી પર દેખરેખ માટે દરેક ટીમને એક સુપરવાઇઝર અને એક આસિસ્ટન્ટ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાંથી એક જ દિવસમાં 112 ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. તેમજ ભવનાથ વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન જંગલમાં પ્લાસ્ટિકને જતું રોકવા માટે પ્રકૃતિ મિત્ર સંસ્થાએ રૂપાયતન ગેઇટ પાસે જ સ્ટોલ નાંખ્યો હતો. 5 દિવસમાં પ્રકૃતિ મિત્ર સંસ્થાની ટીમે 2 ટન પ્લાસ્ટિકને જંગલમાં જતું રોક્યું છે.  આમ છતાંયે કેટલાક યાત્રિકોએ પ્લાસ્ટિકના નાસ્તાના ખાલી પેકેટો, અને અને અન્ય કચરો જ્યાં-ત્યાં ફેક્યો હતો. જેથી તળેટીમાં સફાઈ કરવી જરૂરી બની છે. કાર્તિકીય પૂર્ણિમાના દિવસે આ પરિક્રમા પૂર્ણ થઇ હતી .આ લીલી પરિક્રમામાં 13 લાખથી વધુ યાત્રાળુએ ભાગ લીધો હતો.