Site icon Revoi.in

હવામાનમાં પલટોઃ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ

Social Share

અમદાવાદઃ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  દરમિયાન તા. 20 નવેમ્બર સુધી માવઠાની આગાવી વ્યક્ત કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ બનાસકાઠાના થરાદ, દિયોદર, ભાભર, લાખણી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જિલ્લા મહેસાણા અને પાટણમાં પણ કમોસમી માવઠાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં રાધનપુર મહેસાણા, કડી, બહુચરાજી, વડનગરમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીમાં ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગર્જના સાથે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે. આ દરમિઆન પ્રતિ કલાક 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ અને દીવમાં જ્યારે 19 નવેમ્બરને દમણ, દાદરા નગર હવેલી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમરેલી ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ ખાબકી શકે છે. દરમિયાન સાબરકાંઠા જીલ્લામાં ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.