Site icon Revoi.in

રાજ્યના વાતાવરણમાં પલટો – અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા

Social Share

અમદાવાદ – સમગ્ર રાજ્યમાં વિતેલી સાંજથી જ ઠંડો પવન ફૂકાવવાનું શરુ થયું હતું, જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી હતી. ત્યારે વિતેલી રાતે અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા, તો બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મોડી સાંજથી જ વરસાદના અંધાણ વર્તાઈ રહ્યા હતા ત્યારે મોડી સાંજે કમોસમી વરસાદનું આગમન થયું હતું, વરસાદના કારણે અને ઠંડા પવનના કારણે અમદાવાદીઓને ભારે ગરમીમાં રાહત મળી હતી, સમગ્ર શહેર ઠંડુ બન્યું હતું.

વિતેલા દિવસને મંગળવારની સાંજથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન ફબકાવાની શરુઆત થઈ હતી, જેમાં સૌરાષ્ટ્રમાં પણ મોડી સાંજથી જ ઠંડા પવને જોર પકડ્યું હતું અવે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું ,વરસાદના માવઠાની શક્યતાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.

સાહિન-