- સીએમ યોગી પહોંચ્યા અયોધ્યા
- રામ મંદિર નિર્માણની સ્થિતિ જાણવા પહોંચ્યા
- વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આપ્યા નિર્દેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય શ્રી રામ મંદિરની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા હતા.જ્યાં તેમણે વિકાસ કાર્યો ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. સીએમ યોગીએ અયોધ્યાને દુનિયાનું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળના રૂપમાં વિકસિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને રામ જન્મભૂમિ સ્થળ પર રામ મંદિરના નિર્માણ સહીત જિલ્લામાં વિકાસ પરિયોજનાઓની પણ સમીક્ષામાં કરી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાના ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હોવાથી અયોધ્યામાં ભક્તોની ભીડ વધી રહી છે, તેથી પ્રવાસીઓની સુવિધા વધારવાની જવાબદારી પણ આપણી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,રામ કી પૈડીને હરિની પૈડીની જેમ વિકસિત કરવાની છે. અને ત્યાં સરયુની પર્યાપ્ત જલધારા રહે તેવા પ્રયાસો હોવા જોઈએ.
મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે ભવિષ્યમાં તેઓ ‘નયા ઘાટ’ થી ક્રુઝ શિપ ચલાવવાની યોજના બનાવી રહ્યા છે. અયોધ્યામાં તમામ રાજ્યો તેમના ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા છે. અને ઘણી ધાર્મિક સામાજિક સંસ્થાઓ ધર્મશાળાઓ બનાવી રહી છે. ઘણા સંતો અને અખાડાઓ અહીં મંદિરો અને આશ્રમો બનાવવાની ઇચ્છા ધરાવે છે.
તેથી આધારભૂત સંરચના અને સંપર્ક કાર્યોની ગતિ વધારવાની જરૂર છે. શક્ય તેટલું જલ્દી અધૂરા કાર્યો પૂર્ણ કરો. સમગ્ર વિશ્વ માટે એક અલગ પ્રકારનું પ્રદૂષણ મુક્ત સ્વચ્છ અને સુંદર અયોધ્યાનું નિર્માણ થાય. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,પર્યાવરણ વિભાગે 100 વર્ષ કરતા વધુ જૂનાં વૃક્ષોને તેમને હેરિટેજ સાઇટ બનાવીને સાચવવાનું કામ કરવું જોઈએ.
-દેવાંશી