Site icon Revoi.in

CM યોગીએ ટ્વિટર પર રાહુલ ગાંધી-અખિલેશ યાદવને પાછળ છોડ્યા, 7 વર્ષમાં 21.5 મિલિયન ફોલોઅર્સ

Social Share

લખનઉ:ચૂંટણી મેદાન હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યોગી આદિત્યનાથની ‘રફતાર’ સામે વિપક્ષો પાછળ પડી રહ્યા છે.આ વખતે યોગીએ ટ્વિટર પર લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.હાલમાં યોગી આદિત્યનાથના ટ્વિટર પર 21.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના 21.4 મિલિયન, પ્રિયંકા ગાંધીના 5 મિલિયન ફોલોઅર્સ છે.યોગી ટ્વિટર પર માત્ર 50 લોકોને, રાહુલ ગાંધીને 275, પ્રિયંકા 362 લોકોને ફોલો કરે છે.2015માં રાહુલે એપ્રિલ અને સીએમ યોગી આદિત્યનાથે સપ્ટેમ્બરમાં એકાઉન્ટ બનાવ્યું હતું.જયારે પ્રિયંકાએ ફેબ્રુઆરી 2019 માં ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું,

સપા સુપ્રીમો અખિલેશ યાદવના 17.2 મિલિયન અને માયાવતીના 2.8 મિલિયન ફોલોઅર્સ છે. અખિલેશ યાદવ 23, માયાવતી 1ને ફોલો કરે છે. માયાવતીએ 2018માં ટ્વિટર પર એકાઉન્ટ બનાવ્યું હતું, જ્યારે અખિલેશ 2009થી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છે.

અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પણ ફોલોઅર્સની બાબતમાં સીએમ યોગી કરતા ઘણા પાછળ છે.ટ્વિટર પર તેમના 12.7 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રી નીતિન ગડકરીના ટ્વિટર પર 11.3 મિલિયન ફોલોઅર્સ છે.આ સિવાય નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના 4.1 મિલિયન, બ્રજેશ પાઠકના 6 લાખ 49 હજાર, સ્વતંત્ર દેવ સિંહના ટ્વિટર પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે.

ગયા વર્ષે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઘટાડો થયો હતો. 27 ડિસેમ્બરે તેણે ટ્વિટર પર ફરિયાદ કરી હતી કે નવા ફોલોઅર્સની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. આ પછી રાહુલ ગાંધીએ ટ્વિટર પર આરોપ લગાવ્યો હતો કે આ બધું રાજકીય દબાણને કારણે થઈ રહ્યું છે. જો કે, આ વર્ષે સાપ્તાહિક પ્રોગ્રેસ રિપોર્ટ અનુસાર, 12 જાન્યુઆરીથી 6 અઠવાડિયામાં રાહુલ ગાંધીના ટ્વિટર પર 80,000 નવા ફોલોઅર્સ ઉમેરાયા છે.