Site icon Revoi.in

દિલ્હી એરપોર્ટ ઉપર 17 કરોડનું કોકેઈન ઝડપાયું, બે આરોપીઓની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ડ્રગ્સના રેકેટને પકડી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન ડીઆઈઆઈએ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેન્યાથી આવેલા મુસાફરને 17 કરોડનું કોકેઈનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો મુંબઈમાં ડિલીવર થવાનો હતો જેથી ડીઆરઆઈએ તપાસને મુંબઈ સુધી લંબાવી હતી, તેમજ મુંબઈથી એક મહિલનાને ઝડપી લેવામાં આવી હતી.

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) નૈરોબીથી નવી દિલ્હીના IGI એરપોર્ટ પર આવેલા કેન્યાના પેસેન્જરને ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. મૌખિક પૂછપરછ પર, મુસાફરે કોઈપણ પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ડીઆરઆઈ અધિકારીઓ દ્વારા શંકાના આધારે પ્રવાસીના સામાનની તપાસ કરાતા અંદરથી આશરે 1,698 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું, જેની ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 17 કરોડ રૂપિયાની કિંમત છે. ડીઆરઆઈને તેની પાસેથી મુંબઈની એર ટીકીટ મળી હતી, જે થોડા કલાકો પછી રવાના થવાની હતી. જેથી પ્રતિબંધિત પદાર્થની ડિલિવરી મુંબઈમાં થવાની હોવાનું જાણવા મળે છે.

DRI અધિકારીઓ દ્વારા સાવચેતીપૂર્વક આયોજિત કાર્યવાહીના પરિણામે પ્રતિબંધિત દવાઓના ઇચ્છિત પ્રાપ્તકર્તાની ધરપકડ કરવામાં આવી. એક મહિલા કેન્યાની નાગરિક વસઈ વિસ્તારમાંથી પકડાઈ હતી. પ્રતિબંધિત ડ્રગ લઈ જનાર અને મેળવનાર બંને વ્યક્તિની નાર્કોટિક-ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેથી ડીઆરઆઈ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. જાન્યુઆરી-જુલાઈ 2023 દરમિયાન ડીઆરઆઈ અધિકારીઓ દ્વારા 31 કિલોથી વધુ કોકેઈન અને 96 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યા છે.