Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શકયતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. જો કે, આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની શકયતા છે. બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટે તેવી શકયતા છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી અને રાજકોટમાં 12.9 ડિગ્રી નોંધાયું હતું. બે દિવસ રાજ્યભરમાં વધશે ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે. ત્યાર બાદ ઠંડીમાં રાહત મળશે. ગુજરાતમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. તેમજ વહેલી સવારે અને રાત્રિના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે.

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દિલ્હી એનસીઆરમાં હજુ પણ વધારે ઠંડી પડી શકે છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ફરીથી એક વખત બરફવર્ષા થઈ શકે છે. મેદાની વિસ્તારમાં સામાન્ય જ્યારે પહાડી વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાની શકયતા છે.