Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને હવે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આજે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠુંડુ નગર રહ્યું હતું. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે ગુજરાતના સરહદી જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કંડલા ઍયરપોર્ટ પર 11, ડીસામાં 11.8, ભુજમાં 12.8, ગાંધીનગરમાં 13, વલસાડમાં 13, કેશોદમાં 13.6, મહુવામાં 14.1, સુરેન્દ્રનગરમાં 14.5, અમરેલીમાં 14.6, પોરબંદરમાં 16, ભાવનગરમાં 16.3, વડોદરામાં 17.2, દ્વારકામાં 17.6 અને સુરતમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં કકડતી ઠંડી પડતી હોવાથી લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમજ લોકો તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્ર અન કચ્છમાં ઠંડીનો જોર તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હાલ રાજ્યમાના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાના પગલે પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનના પારો ગગડતાં શૂન્યે પહોંચી જતા અહીં બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધતા રાત્રિના 9 વાગ્યાથી રસ્તાઓ સુમસાન બની જાય છે. તેમજ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યાં છે. જ્યારે આગામી દિવસોમાં ઠંડીનો વધારો થવાની શકયતા છે.