Site icon Revoi.in

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષણની ગુણવત્તા વગેરે પર નજર રાખવા કમાન્ડ કન્ટોલ કેન્દ્ર શરૂ

Social Share

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે.

શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે. આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે. રાજ્યની પ૪૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, ૩ લાખ કરતા વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube ટૂલથી એનેલાઇઝ કરાશે.

સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે.  કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના ભવન લોકાર્પણ સાથે વિડીયો વોલ મારફતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી આ પ્રોજેકટસ સહિત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અંગેના પ્રતિભાવો-ફિડબેક મેળવ્યા હતા. રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેક્ટ-ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડે૫ટેવી લર્નીંગ એપનો પણ પ્રારંભ થયો છે.

આ પ્રોજેકટ અન્વયે ધોરણ-૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે.  ઘરે સ્માર્ટફોન-ટેબ્લેટ ધરાવતા હોય તેવા ધોરણ 1 થી 12ના  56 લાખથી વધુ વિદ્યાર્થીઓ હોમલર્નિંગ અંતર્ગત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ G-SHALA (ગુજરાત સ્ટુડન્ટ્સ હોલીસ્ટિક એડપ્ટીવ લર્નિંગ એપ) એપ્લિકેશન અને ઈ-કન્ટેન્ટ થકી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધાઓને વિદ્યાર્થીઓ કોઈપણ ડિવાઈસ કે પ્લેટફોર્મથી એક્સસ કરી શક્શે. ગુજરાતના વિદ્યાર્થીઓ-બાળકોના ઉજ્જવળ ભાવિના હિતને કેન્દ્રસ્થાને રાખવાના આયોજન અનુરૂપ ‘જ્ઞાન સેતુ-બ્રિજકોર્સ કલાસ રેડીનેસ’ કાર્યક્રમ પણ શિક્ષણ વિભાગે ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે આજથી એક માસ એટલે કે ૧૦ જૂનથી ૧૦ જુલાઇ સુધીના સમય માટે શરૂ કર્યો છે.

કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે. નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે.

Exit mobile version