Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતે 9 ગોલ્ડ સહિત કુલ 26 મેડલ જીત્યાં

Social Share

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોઝ મેડલ જીત્યાં છે. આમ કોમવેલ્થમાં ભારતે 26 જેટલા મેડલ જીત્યાં છે. 50 ગોલ્ડ મેડલ સાથે ઓલ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડએ 47 ગોલ્ડ, કેનેડાએ 19 અને ન્યૂઝીલેન્ડએ 17 ગોલ્ડ જીત્યાં છે. આ યાદીમાં 9 ગોલ્ડ સાથે ભારત પાંચમાં ક્રમે છે.

વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનું, વેટલિંફ્ટિંગમાં જેરેમી લાલરિનુંગા, અચિંત શિવલી, લોન બોલ્સમાં ભારતીય મહિલા ટીમ, ટેબલ ટેનિસમાં ભારતીય પુરુષ ટીમ, પેરા પાવર લિફ્ટીંગમાં સુધીર, કુશ્તીમાં બજરંગ પૂનિયા, દીપક પૂનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

વેટલિફ્ટીંગમાં સંકેત સરગર, બિંદિયારાની દેવી, જૂડોમાં સુશીલા દેવી, વેટલિફ્ટીંગમાં વિકાસ ઠાકુર, બેડમિંટનમાં ભારતીય મિક્સડ ટીમ, જૂડોમાં તુલિકા માન, લાંબી કુદમાં મુરલી શ્રીશંકર, કુશ્તીમાં અંશુ મલિકએ સિલ્વર મેડલ જીત્યો છે.

વેટલિફ્ટીંગમાં ગુરુરાજ પુજારી, જૂડોમાં વિજય કુમાર યાદવ, વેટલિફ્ટીંગમાં હરજિંદર કૌર, વેટલિફ્ટીંગમાં લવપ્રીત સિંહ, સ્ક્વોશમાં સૌરવ ઘોષાલ, વેટલિફ્ટીંગમાં ગુરદીપ સિંહ, એથલેટિક્સમાં તેજસ્વિન શંકર, કુશ્તીમાં દિવ્યા કાકરાન અને મોહિત ગ્રેવાલએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. દરમિયાન મહિલા હોકીની સેમિફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.