Site icon Revoi.in

ત્રીજી લહેરની દેશવાસીઓને તથા સરકારને પણ ચિંતા, આ હોઈ શકે છે ત્રીજી લહેર આવવા પાછળના કારણો

Social Share

દિલ્લી: દેશમાં કોરોના વાયરસના કેસ હવે પહેલા જેટલા નોંધાઈ રહ્યા નથી. પણ હજુ પણ સરકાર તથા દેશવાસીઓમાં ક્યાંક તો ત્રીજી લહેરની ચિંતા છે. દેશમાં કોરોના મહામારી હારવાનું નામ લઈ રહી નથી ત્યારે વેક્સિનેશનમાં હાલમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

છેલ્લા 20 દિવસની તુલનામાં 21 જૂનથી શરૂ થયેલી નવી વેક્સિનેશનના ભાગ રૂપે 50 ટકા વધારે ડોઝ અપાયા છે. 21 જૂનથી 10 જુલાઈ સુધીમા 9,14,64,483 ડોઝ અપાયા છે તો 1 જૂનથી 20 જૂન સુધીમાં 6,09,06,766 ડોઝ અપાયા હતા. 6 જુલાઈથી 10 જુલાઈમાં વેક્સિનેશનમાં ફરીથી લગભગ 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે વેક્સિનની અછત અને વેક્સિનેશન સેન્ટર્સને બંધ રાખવાના નિર્ણયની આ અસર છે.

કોરોના વાયરસના કેસ ઓછા થતા સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. લોકો ફરવા માટે અત્યારે બહાર નીકળી રહ્યા છે અને તેના કારણે પણ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની સંભાવનાઓ વધી રહી છે.

એસબીઆઈના રિપોર્ટમાં ત્રીજી લહેર ઓગસ્ટમાં આવશે અને સપ્ટેમ્બરમાં પીક પર હશે. તો એમ્સના રણદીપ ગુલેરિયાએ પણ ચેતવણી આપતા રહ્યું છે કે ભારત 6-8 અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેરને અનુભવી શકે છે.