Site icon Revoi.in

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથીઃ નિર્મલા સીતારમણ

Social Share

નવી દિલ્હીઃ લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 ના સાર વિશે બોલતા, નાણામંત્રીએ કહ્યું કે, બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતની વિકાસ આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારો વિચાર્યા વગર પગલાં ભરે છે. તેમણે શપથ લીધા બાદ પેટ્રોલ અને ડીઝલ પર વેટ લગાવવા બદલ હિમાચલ પ્રદેશની નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ગયા વર્ષનું બજેટ વાંચ્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે, આવું કોઈની સાથે પણ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ આવી ભૂલ કરી શકે છે પરંતુ તે ન થવું જોઈએ. મનરેગા પર તેમણે કહ્યું કે, 2019ના બજેટમાં 60 હજાર કરોડ રૂપિયા હતા. ત્યારપછીના બજેટમાં તેમાં સતત વધારો કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, ગરીબી પર રાજનીતિ ન થવી જોઈએ. આ મામલે કોંગ્રેસ પોતે કાચના ઘરમાં છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તે સમયે મનરેગા માટે જે રકમ બહાર પાડવામાં આવી હતી તે પણ ખર્ચ થઈ શકી ન હતી. વિપક્ષના લોકોનો આરોપ છે કે, અમે ગરીબોની વાત કરતા નથી. જ્યારે હું આંકડા આપીને વાત કરું છું ત્યારે તેઓ હસતા હોય છે. શું આ યોગ્ય છે?

GST અંગે નાણામંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળને 823 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી કારણ કે રાજ્ય દ્વારા એજી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી. આ કારણોસર આ રકમ રાજ્યને આપી શકાય તેમ નથી. છેલ્લા ઘણા સમયથી રાજ્યે આ રિપોર્ટ મોકલ્યો નથી. આથી વળતરની રકમ બહાર પાડી શકાતી નથી. તેમણે કહ્યું કે અમે રકમ છોડવા તૈયાર છીએ પરંતુ રાજ્ય સરકારે પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.