Site icon Revoi.in

વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોનિયા ગાંધીના નૈતૃત્વમાં જ પ્રચાર-પ્રસાર કરાશે

Social Share

દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ હોવાનું કહીને બળવાખોરોને સ્પષ્ટ કહ્યું હતું કે, મીડિયા સામે કંઈ પણ બોલવું નહીં. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નૈતૃત્વ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધી તેઓ જ કોંગ્રેસના અધ્યક્ષ રહે તેવી શકયતા છે. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન સંભાળવા માટે વિનંતી કરી હતી. જો કે, રાહુલ ગાંધીએ તેમનો આભાર વ્યક્ત કરીને વિચારીશ કહીને વાત ટાળી હતી.

કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી રહી હતી. જેમાં કોંગ્રેસના 45 જેટલા સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આગામી 1 જૂન 2022થી 20મી જુલાઈ 2022માં જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને પીસીસીના મેમ્બરની પસંદગી કરવામાં આવશે. તે બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષોની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત 21મી ઓગસ્ટથી 28મી સપ્ટેમ્બરના સમયગાલામાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. ઉત્તરપ્રદેશ સહિત પાંચેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સોનિયા ગાંધીના નૈતૃત્વમાં લડવામાં આવશે. કોંગ્રેસના તમામ સભ્યોએ એક સૂરમાં સોનિયા ગાંધીના નૈતૃત્વ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં ખેડૂતો અને જનતાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસમાં અધ્યક્ષને લઈને છેલ્લા કેટલાક સમયથી સિનિયર નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન કોંગ્રેસના સિનિયર મહિલા નેતા અંબિકા સોનીએ કહ્યું હતું કે, તમામ લોકોનો એક જ મત હતા. તેમજ બેઠકમાં હાજર તમામ કોંગ્રેસી જ હતા.