Site icon Revoi.in

કોંગ્રેસે નવ રાજ્યોની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી, મોદી વિરુદ્ધ બોલવાનું ટાળશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને લઈને વિવિધ રાજ્યકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાશે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને રણનીતિ બનાવવવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી મોદી વિરુદ્ધ વિપક્ષ બનાવવા માંગે છે. એટલા માટે પાર્ટી નવી રણનીતિ પર કામ કરવા માંગે છે અને સામાન્ય ચૂંટણી પ્રચારમાં મોદી વિરોધી નિવેદનથી દૂર રહેવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, પાર્ટીએ હજુ 2024ની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી નથી, પરંતુ નવ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારત જોડો યાત્રા વિપક્ષની એકતા માટે કરવામાં આવી રહી નથી. જો કે આ સફરનો ફાયદો થઈ શકે છે. યાત્રા થકી કોંગ્રેસ મજબુત બનશે તો વિપક્ષી એકતા પણ મજબુત થશે. નબળી કોંગ્રેસ ક્યારેય વિપક્ષને સાથે લાવી શકતી નથી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ ભારતને RSS મુક્ત બનાવવા માંગતી નથી. ઘણા લોકો આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા છે પરંતુ આપણે તેમને અહેસાસ કરાવવો પડશે કે રસ્તો ખોટો છે. અમે દેશને બંધારણ પ્રમાણે ચલાવવા માંગીએ છીએ પરંતુ RSS અને BJP એકરૂપતા ઈચ્છે છે. આ દેશની વિવિધતાને અસર કરશે. આપણી એકતા પડકારનો સામનો કરી રહી છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પ્રજા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈ રહ્યાં હોવાથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.