Site icon Revoi.in

VIDEO: કોંગ્રેસની ધમકી, “ભાજપની ચાપલૂસી કરનારા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે”

Congress threatens Gujarat Police and Officers during jan aakrosh yatra-2

Congress threatens Gujarat Police and Officers during jan aakrosh yatra-2

Social Share

ડભોઈ, 29 ડિસેમ્બર, 2025ઃ Congress threatens Gujarat Police and Officers જન આક્રોશ યાત્રાના આઠમા દિવસની શરૂઆત ગોલા ગામડી ચોકડીથી કરવામાં આવી હતી. ત્યારબાદ યાત્રા બહાદુરપુરા, સંખેડા, ટીંબા, ભાટપુર, વાસણા ચોકડી, કલેડિયા ચોકડી, નસવાડી સિટી, વધાસ ચોકડી, ભાખા, નળવા, ખરમડા, દેવત, કવાંટ સિટી માર્ગે જામલી તરફ આગળ વધી હતી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.

પટ્ટા ઉતારી દો અને ભાજપનો ખેસ પહેરી લો

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપની સરકાર જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસને મળી રહેલા સમર્થનથી ડરી ગઈ છે. ગામેગામ જે લોકો યાત્રાનું સ્વાગત કરે છે, તેમના નામ પોલીસતંત્ર દ્વારા લખવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારની ચાપલૂસી કરનારા તમામ પોલીસકર્મી અને અધિકારીઓને કહેવું છે કે સરકારો કાયમી રહેતી નથી. જો સરકારની ચાપલૂસી કરવાનો શોખ હોય તો પટ્ટા ઉતારી દો અને ભાજપના ખેસ પહેરીને પાર્ટીમાં જોડાઈ જાઓ અને લડાઈ લડવા મેદાનમાં આવી જાઓ. પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લઈને ભાજપની ચાપલૂસી કરનારા કોઈને પણ આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે.

ડભોઈના ધારાસભ્ય અને ચીફ ઑફિસર અંગે કોંગ્રેસે શું કહ્યું?

ડભોઇમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ધારાસભ્ય અને ચીફ ઓફિસર ભેગા મળીને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. નગરપાલિકાના બજેટમાંથી અને સરકારની ગ્રાન્ટમાંથી 2 કરોડ 30 લાખના ખર્ચે ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યા છે, જેમાં ગાર્ડનમાં કોઈ પણ બ્રાન્ડ વગરના સાધનો લગાવવામાં આવ્યા છે. લોકાર્પણના સાત દિવસમાં જ સાધનો તૂટી ગયા અને વેલ્ડિંગ કરવું પડ્યું. પરિસ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે 2 કરોડ 30 લાખનો વાસ્તવિક ખર્ચ થયો નથી અને મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ ગયા છે. વધુમાં, ચીફ ઓફિસરની બદલી થઈ હોવા છતાં તેમને છૂટા કરવામાં નથી આવતા કારણ કે ભાજપના ધારાસભ્ય અને નેતાઓ તેમને વ્હાલા છે, કારણ કે બધા ભેગા મળીને ભ્રષ્ટાચાર કરે છે.

છોટાઉદેપુર જિલ્લામાં રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. જ્યાં જુઓ ત્યાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ પ્રશ્નો જનતા ઉઠાવી રહી છે. આખા જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ભાજપના મળતિયાઓ સત્તાના આશીર્વાદથી કુદરતી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. નસવાડી તાલુકામાં હાઇડ્રોપ્રોજેક્ટના કારણે અનેક સ્થાનિકો અને આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થશે. સરકાર દ્વારા લોકોના ઘરોનો વિનાશ કરીને પ્રોજેક્ટના વિકાસની વાત કરવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે.

CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારના રાજમાં આદિવાસી સમાજના લોકો સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે. આદિ અનાદી કાળથી આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરી રહ્યો છે, પરંતુ વર્તમાન ભાજપ સરકાર પોતાના સ્વાર્થ માટે આદિવાસી સમાજના હક્ક અને અધિકારો છીનવીને જંગલો ઉદ્યોગપતિઓને આપવા માંગે છે.

આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી બીવી શ્રીનિવાસ, પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવા, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા.

દરમિયાન પક્ષ દ્વારા નવમા દિવસની યાત્રાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છેઃ

‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનનો શંખનાદ (નવમા દિવસ)
તા. ૨૯-૧૨-૨૦૨૫, સોમવાર
સમય                                  સ્થળ
સવારે ૦૯-૦૦ કલાકે પ્રારંભ આશ્રમ શાળા, ક્વાંટ,
સવારે ૦૯-૩૦ કલાકે સ્વાગત પોઈન્ટ ખતીયા વંત,
સવારે ૧૦-૦૦ કલાકે સ્વાગત પોઈન્ટ માણાવંત,
સવારે ૧૦-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ પાનવડ,
સવારે ૧૦-૩૦ કલાકે સ્વાગત પોઈન્ટ સીંઘલા,
સવારે ૧૦-૪૫ કલાકે સ્વાગત પોઈન્ટ નાલેજ ચોકડી,
સવારે ૧૧-૦૦ કલાકે સ્વાગત પોઈન્ટ પાદર વંત,
સવારે ૧૧-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ સીમળ ફળીયા,
સવારે ૧૧-૩૦ કલાકે સ્વાગત પોઈન્ટ માલાધી,
સવારે ૧૧-૪૫ કલાકે સ્વાગત પોઈન્ટ રાયસીંગ પુરા,
બપોરે ૧૨-૩૦ કલાકે સ્વાગત પોઈન્ટ તેજગઢ,
બપોરે ૦૩-૦૦ કલાકે જાહેર સભા છોટા ઉદેપુર
બપોરે ૦૩-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ જોજ,
બપોરે ૦૩-૪૫ કલાકે સ્વાગત પોઈન્ટ કુંડલ,
બપોરે ૦૪-૦૦ કલાકે સ્વાગત પોઈન્ટ સતુન,
બપોરે ૦૪-૩૦ કલાકે સ્વાગત પોઈન્ટ ભીખાપુરા,
બપોરે ૦૪-૪૫ કલાકે સ્વાગત પોઈન્ટ ખાંડી ચોકડી,
સાંજે ૦૫-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ બાર,
સાંજે ૦૫-૪૫ કલાકે સ્વાગત પોઈન્ટ ડુંગરવટ,
સાંજે ૦૬-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ જેતપુર,
સાંજે ૦૬-૩૦ કલાકે સ્વાગત પોઈન્ટ સિંહોડ,
સાંજે ૦૬-૪૫ કલાકે સ્વાગત પોઈન્ટ સુસકાલ,
સાંજે ૦૭-૦૦ કલાકે સ્વાગત પોઈન્ટ જાબુગામ,
સાંજે ૦૭-૧૫ કલાકે જાહેરસભા બોડેલી,
કુલ – ૧૪૪ કિ.મી.

આ પણ વાંચોઃ જનતા માંગણી કરે કે ન કરે, સમસ્યા ઉકેલવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છેઃ અમિત શાહ

Exit mobile version