Site icon Revoi.in

શિયાળામાં સવારે પિસ્તા વાળા દૂધનું કરો સેવન, આરોગ્યને થાઈ છે અઢડક ફાયદાઓ ,તમે પણ જાણો પિસ્તામાં રહેલા ગુણો

Social Share

હવે ઠંડીની સિજન શરૂ થઈ ચૂકી છે ત્યારે આ ઋતુમાં ડ્રાયફ્રુટ નું સેવન  કરવાથી ઘણા ફાયદાઓ થાઈ છે આજે વાત કરીશું પિસ્તા વિષે જો સવારે નાસ્તામાં પિસ્તા વાળું દૂધ ઓઈવામાં આવેતો દિવસ દરમિયાન ભરપૂર એનર્જી મળી રહે છે . પિસ્તા સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે .

 જ્યારે પણ સૂકા ફળોની વાત આવે છે, કાજુ, બદામ, અખરોટ, કિસમિસ તેમજ પિસ્તાનો સમાવેશ થાય છે. પિસ્તા માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેનો સ્વભાવ ગરમ છે, તેથી શિયાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
પિસ્તા વાળું દૂધ  શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. તે હાડકાંને મજબૂત કરવાથી લઈને ડાયાબિટીસને કંટ્રોલ કરવા સુધીની દરેક બાબતમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પિસ્તામાં વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે અનેક પ્રકારના ઈન્ફેક્શન અને રોગોના શિકાર થવાથી બચી શકો છો. તે શરદી અને ઉધરસમાં રાહત અપાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ સાથે જ પિસ્તાવાળું દૂધ  વજન ઘટાડવામાં મદદરૂપ જો તમે શિયાળામાં વજન ઓછું કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં પિસ્તાનો સમાવેશ કરી શકો છો. તેમાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આને કારણે, તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે વધુ પડતું ખાવાથી બચી જાઓ છો. આ રીતે તે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.