Site icon Revoi.in

શિયાળામાં રાગીનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત – રાગીને ‘નાગલી’ તરીકે પણ ઓળખાય છે, જાણો તેમાં રહેલા અનેક ગુણો

Social Share

શિયાળામાં ખવાતી અવનવી વસ્તુઓના નામ તમે સાંભળ્યા જ હશે, પરંતુ કદાચ આ નાગલી નામ પ્રથમ વખત સાંભળ્યું હશે, જો નથી સાંભળ્યું તો ચાલો જાણીએ આ નાગલી એટલે શું છે,,,,નાગલી એક ધાન છે, જેનો દેખાવ આબેહુબ બાજરી જેવો જ છે, તેનો રંગ લાલા અથવા મરુન જેવો હોય છે.

દક્ષિણ ગુજરાતમાં નાગલીનું પ્રમાણ વધુ હોય

ખાસ કરીને નાગલી દક્ષિણ ગુજરાતના ડાંગ જેવા પહાડી પ્રદેશમાં મળી આવે છે, અહીના લોકો રોજિંદા જીવનના ખોરાકમાં તેને ઉપયોગમાં લે છે,નાગલી અનાજનો પ્રકાર છે, તેના રોટલા, પાપડ, શીરો,રાબ ખાસ કરીને બનાવાય છે, તેનો રોટલા ખાવથી શરીરમાં સ્ફૂર્તિથી આવે છે આ સાથે જ શરીર ઉપર ચરબીનું નામોનિશાન  રહેતું નથી.

ડાંગ જીલ્લાના મજબુત લોકોની સ્ફૂર્તિ અને તંદુરસ્તીનો રાઝ આ નાગલીમાં સંતાયેલો છે.તેમનો ખોરાક ખાસ નાગલીના રોટલા છે,બાજરી અને જુવારના રોટલાની જેમ જ બનાવવામાં આવે છે, કલર ખાલી અલગ હો. છે,સ્વાદ પણ મોટે ભાગે મળતો આવે છે.

નાગલીમાંથી અનેક વિટામીન્સ, પ્રોટિન આ પ્રમાણે મળી રહે છે

100 ગ્રામ નાગલીમાંથી  કેલ્શિયમ- 344 ગ્રામ, કેલેરી- 328 ગ્રામ,  પ્રોટીન- 7.3 ગ્રામ,  આયર્ન- 3.9 ગ્રામ,  ફેટ- 1.3 ગ્રામ, કાર્બોદિત પદાર્થ- 72 ગ્રામ, ખનિજ દ્રવ્યો- 2.7 ગ્રામ, રેસા- 3.6 ગ્રામ, રીબોફલેવીન- 0.19 મિલીગ્રામ.

નાગલી ખાવાથી થતા ફાયદાઓ