Site icon Revoi.in

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા પાણીની સતત આવક

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવી થઈ રહી છે. જેથી ડેમની જળ સપાટી 117.37 મીટર પહોંચી છે, જ્યારે મેન કેનાલમાં 5582 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 267.53 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

મધ્ય ગુજરાતમાં પણ મૂશળધાર મેઘો વરસ્યો છે. હજુ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે હજુ પણ વરસાદનું જોર રહેશે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 117.37 મીટરે પહોંચી છે.

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જયારે પાણીની આવક 22 હજાર 796 ક્યૂસેક થઈ છે. નર્મદા ડેમના બન્ને વીજ મથકો હાલ બંધ રખાયા છે. રાજ્યભરમાં વરસાદ હોવાથી મુખ્ય કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં પાણીની આવકમાં વધારો થતા ડેમની જળ સપાટી વધી છે. 14190 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. મેન કેનાલમાં માત્ર 5582 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં હાલ 267.53 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.