Site icon Revoi.in

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકઃ ડેમ લેવલ 116.09 મીટર

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે નવા પાણીની સતત વક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી નર્મદામાં નવા પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં લગભગ 21949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમાં 21949 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે 7761 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 4359.52 મિલિયન ઘનમીટરપાણીનો જથ્થો છે. આજની તારીખે નર્મદા ડેમની સપાટી ગત વર્ષની સરખામણીએ 5મીટર ઓછી છે. આ વર્ષે આજે નર્મદા ડેમની સપાટી 116.09 મીટર નોંધાઈ છે. જયારે ગત વર્ષે આજની તારીખે નર્મદા ડેમની સપાટી 120.21 મીટર હતી. જોકે છેલ્લા બે દિવસથી મધ્ય પ્રદેશ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ડેમમાં પાણી ના નવા નીર આવ્યા છે. જુ વરસાદ પડી રહ્યો છે. ડેમમાં પાણીની આવક વધવાની સંભાવના છે. નર્મદા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો છે. જે પીવાના પાણી માટે અને સિંચાઈ માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરુ પાડવામાં આવ્યું છે. આ વર્ષે પણ ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.