Site icon Revoi.in

હાજી મલંગ દરગાહ પર મહારાષ્ટ્રમાં વિવાદ, હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો- જાણો પુરી કહાની

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 2 જાન્યુઆરીએ કહ્યુ હતુ કે તે સદીઓ જૂની હાજી મલંગ દરગાહની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે. હિંદુવાદી જૂથ આ દરગાહનો મંદિર હોવાનો દાવો કરે છે. આ દરગાહ સમુદ્રતળથી ત્રણ હજાર ફૂટ ઉપર માથેરાનની પહાડીઓ પર મલંગગઢ કિલ્લા પાસે છે. અહીં યમનના 12મી સદીના સફી સંત હાજી અબ્દ ઉલ રહમાનની દરગાહ છે, જેને સ્થાનિકો હાજી મલંગ બાબાના નામથી ઓળખે છે. અહીં 20 ફેબ્રુઆરીએ હાજી મલંગની જયંતી માટે વિશેષ તૈયારીઓ કરાય રહી છે.

કલ્યાણમાં સ્થિત સૂફી સંતના આખરી વિશ્રામ સ્થાન સુધી પહોંચવા માટે બે કલાકના ઘુમાવદાર ચઢાઈ કરવી પડે છે. દરગાહના ટ્રસ્ટીઓમાંથી એક ચંદ્રહાસ કેતકરે કહ્યુ છે કે જો કોઈપણ એ દાવો કરી રહ્યું છે કે હાજી મલંગ દરગાહ એક મંદિર છે, તે રાજકીય લાભ માટે આવું કરી રહ્યું છે. ચંદ્રહાસ કેતકરનો પરિવાર ગત 14 પેઢીઓથી દરગાહની દેખરેખ રાખી રહ્યો છે. 1980 દશકા મધ્યમાં શિવસેનાના સ્થાનિક નેતા આનંદ દિઘેએ આ સ્થાનને નાથ પંથ સાથે સંબંધિત એક પ્રાચીન હિંદુ મંદિર ગણાવીને દરગાહનો વિરોધ શરૂ કર્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણે જિલ્લામાં મલંગગઢ હરિનામ મહોત્સવમાં પોતાના સંબોધનમાં કહ્યુ કે મલંગગઢ પ્રત્યે તમારી ભાવનાઓની મને સારી રીતે ખબ છે. આ આનંદ દિધે જ હતા જેમમે મલંગગઢની મુક્તિનું આંદોલન શરૂ કર્યું, જેનાથી આપણે જય મલંગ, શ્રી મલંગના જાપ શરૂ કર્યા. જો કે મારે આપને જણાવવું પડશે કે કેટલાક એવા મામલા હોય છે જેની જાહેરમાં ચર્ચા કરવામાં આવતી નથી. હું મલંગગઢની મુક્તિ બાબતે તમારા ઘેરી લાગણીઓથી અવગત છું. હું એ જણાવી દઉં કે એકનાથ શિંદે ત્યાં સુધી ચૂપ નહીં બેસે, જ્યાં સુધી તે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરી દેતા નથી.

દરગાહના ટ્રસ્ટી ચંદ્રહાસ કેતકરે કહ્યુ છે કે 1954માં હાજી મલંગના પ્રબંધન પર કેતકર પરિવારના નિયંત્રણ સંબંધિત એક મામલામાં સુપ્રીમ કોર્ટે એ કહેતા ટીપ્પણી કરી હતી કે દરગાહ એક સમગ્ર સંરચના હતી, જેને હિંદુ અથવા મુસ્લિમ કાયદા દ્વારા શાસિત કરી શકાય નહીં. તેને માત્ર પોતાના ખુદના વિશેષ રિવાજ અથવા ટ્રસ્ટ દ્વારા નિર્ધારીત નિયમો હેઠળ શાસિત કરી શકાય છે. પાર્ટીઓ અને તેના નેતા હવે માત્ર પોતાની વોટબેંકને આકર્ષિત કરવા અને રાજકીય મુદ્દો બનાવવા માટે તેને ઉછાળી રહ્યા છે. દર વર્ષે હજારો ભક્તો પોતાની માનતા લઈને દરગાહ પર આવે છે.

હાજી મલંગ દરગાહનો ઉલ્લેખ વિભિન્ન ઐતિહાસિક અભિલેખોમાં મળે છે, તેમાં 1882માં પ્રકાશિત ધ ગઝેટિયર્સ ઓફ બોમ્બે પ્રેસિડેન્સી પણ સામેલ છે. તેની સંરચનાનો ઉલ્લેખ કરતા એ કહેવામાં આવ્યું છે કે આ દરગાહ એક આરબ મિશનરી હાજી અબ્દ ઉલ રહમાનના સમ્માનમાં બનાવવામાં આવી હતી, જે હાજી મલંગના નામથી લોકપ્રિય હતા. કહેવામાં આવે છે કે નળ રાજાના શાસનકાળ દરમિયાન સૂફી સંત યમનથી પોતાના ઘણાં અનુયાયીઓ સાથે આવ્યા હતા અને માથેરાનની પહાડીના નીચલા વિસ્તારમાં વસી ગયા હતા.

કિવદંતીઓ-

સ્થાનિક કિવદંતીઓમાં દાવો કરાયો છે કે નળ રાજાએ પોતાની પુત્રીના લગ્ન સૂફી સાથે કર્યા હતા. બાબા હાજી મલંગ અને મા ફાતિમા બંનેની કબરો દરગાહ પરિસરની અંદર છે. બોમ્બે પ્રેસિડેન્સીના ગઝેટિયર્સમાં કહેવામાં આવ્યું છે કે સંરચના અને કબરો 12મી સદીથી અસ્તિત્વમાં છે. ગઝેટમાં કહેવામાં આવ્યું છે કે 18મી સદીમાં તત્કાલિન મરાઠા સંઘે કલ્યાણના એક બ્રાહ્મણ કાશીનાથ પંત ખેતરના નેતૃત્વમાં દરગાહમાં પ્રસાદ મોકલ્યો હતો, કારણ કે સ્થાનિકોનું માનવું હતું કે બાબા હાજી મલંગની શક્તિઓને કારણે અંગ્રેજોને ત્યાંથી પાછું ફરવા માટે મજબૂર થવું પડયું હતું.

પહેલીવાર 18મી સદીમાં શરૂ થયો વિવાદ-

કહેવામાં આવે છે કે કાશીનાથ પંતે દરગાહના સમારકામ માટે નાણાં આપ્યા હતા અને તેનું પ્રબંધન પોતાના હાથમાં લઈ લીધું હતું. દરગાહને લઈને પહેલીવાર વિવાદ 18મી સદીમાં શરૂ થયો, જ્યારે સ્થાનિક મુસ્લિમોએ તેનું પ્રબંધન એક બ્રાહ્મણ દ્વારા કરવા સામે વાંધો ઉઠાવ્યો. આ સંઘર્ષ, મંદિરની ધાર્મિક પ્રકૃતિ બાબતે નહીં, પરંતુ તેના નિયંત્રણ સંદર્ભે હતો. મુદ્દો તત્કાલિન સ્થાનિક પ્રશાસકની સામે આવ્યો, તેમણે 1817માં આ નિર્ણય લીધો કે લોટ નાખીને એ જાણી શકાય છે કે બાબા મલંગની ઈચ્છા શું છે. ધ ગઝેટિયર્સ ઓફ બોમ્બે પ્રેસિડેન્સીમાં કહેવામાં આવ્યું છે, લોટ નાખવામાં આવ્યો અને ત્રણ વાર લોટરી કાશીનાથ પંતના પ્રતિનિધિના પક્ષમાં પડી. જેને દરગાહના સંરક્ષક ઘોષિત કરવામાં આવ્યા.

1996માં શિવસેનાના નેતાઓએ દરગાહમાં કરી હતી પૂજા-

હાજી મલંગ દરગાહને લઈને 1980ના દશકના મધ્યમાં કોમવાદી છમકલું થયું. શિવસેનાના નેતા આનંદ દિધેએ દાવો કર્યો કે આ સાતસો વર્ષ જૂનું મછિન્દ્રનાથ મંદિરનું સ્થાન છે. તેમણે એક આંદોલન શરૂ કર્યું. આ દરગાહ નહીં,પણ હિંદુઓનું મંદિર છે. 1996માં તે 20 હજાર શિવસૈનિકો સાથે દરગાહ પર પૂજા કરવા માટે નીકળ્યા. તે વર્ષે તત્કાલિન મુખ્યમંત્રી મનોહર જોશીની સાથે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે પણ પૂજામાં સામેલ થયા હા. ત્યારથી શિવસેના અને દક્ષિણપંથી જૂથ આ સંરચનાને શ્રી મલંગગઢના નામથી સંબોધિત કરે છે. જો કે આ સંરચના હજીપણ એક દરગાહ છે, હિંદુ પણ પૂનમના દિવસે તેના પરિસરમાં જઈને આરતી કરે છે. એકનાથ શિંદેએ ફેબ્રુઆરી, 2023માં આ દરગાહની મુલાકાત લીધી હતી અને તેમણે આરતી કરી હતી અને દરગાહની અંદર ભગવી ચાદર ચઢાવી હતી.