Site icon Revoi.in

ધર્માંતરણની ઘટના: બંને આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને હિન્દુ યુવતીઓનો ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવતા

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગરીબ હિન્દુ પરિવારની મહિલાઓ અને બાળકોને ધાકધમકી અને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનાવીને મુસ્લિમ બનાવતા બે મૌલવીની એટીએસે કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપીઓ હિન્દુ યુવતીઓનો ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મુસ્લિમ યુવાનો સાથે નિકાહ કરાવતા હતા. એટલું જ નહીં ધર્માંતરણ અને લગ્નના જરૂરી દસ્તાવેજ ગેરકાયદે પણ તૈયાર કરાવતા હોવાનું ખુલ્યું છે.

લો એન્ડ ઓર્ડરના એડીજી પ્રશાંતકુમારે જણાવ્યું હતું કે, બંને મૌલાનાએ અત્યાર સુધીમાં એક હજારથી વધારે લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે. આરોપીઓ મુક-બધિર બાળકો, મહિલાઓનું ધર્માંતરણ કરાવતા હતા. એટલું જ નહીં ધર્માંતરણ કરાવ્યાં બાદ તેમના મુસ્લિમ યુવાનો સાથે લગ્ન પણ કરાવતા હતા.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ધર્માંતરણનું કામ નોઈડા, કાનપુર, મથુરા અને દેશના અન્ય પ્રદેશોમાં કરવામાં આવતું આરોપી ઉમર ગૌત્તમ પણ હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હતો. એટલું જ નહીં ઉમરે એક હજારથી વધારે લોકોને મુસ્લિમ બનાવ્યાં હતા. આરોપીઓ ધર્માંતરણના જરૂરી દસ્તાવેજ અને લગ્નના જરૂરી પ્રમાણપત્ર ગેરકાનૂની રીતે તૈયાર કરતા હતા.

ઉત્તરપ્રદેશ એટીએસએ વધુમાં જણાવ્યું હતું કે, ઈસ્લામિક દાવા સેન્ટરના ઈશારે ધર્માંતરણ કરવામાં આવતું હતું. આ સેન્ટરને ધર્માંતરણ માટે વિદેશથી મોટુ ફંડ મળતું હતું. ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે દિલ્હીમાં ઈસ્લામિક દાવા સેન્ટરની ઓફિસની સીલ કરીને વધુ તપાસ આરંભી છે. એટીએસની ટીમમાં હજુ અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. એટલું જ નહીં પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાતય આરંભી છે.