Site icon Revoi.in

ધર્માંતરણ રેકેટઃ કનાપુરના આઠ કટ્ટરપંથીઓ ઉમર ગૌતમના સતત સંપર્કમાં હતા

Social Share

કાનપુરઃ ઉત્તરપ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને કાનપુર સહિત અન્ય જિલ્લામાં લગભગ બે વર્ષથી ધમધમતા ધર્માંતરણનો પર્દાફાશ થયા બાદ એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. કાનપુરના આઠ કટ્ટરપંથીઓ પણ મહંમદ ઉમર ગૌતમ તથા ઈસ્લામિક દાવાહ સેન્ટરના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.

યુપી એટીએસએ ત્યાર સુધી કરેલી તપાસમાં આ આઠ કટ્ટરપંથીમાં બે-ત્રણ મૌલાના હોવાનું જાણવા મળે છે. કાનપુર અને તેના આસપાસના વિસ્તારમાં આયોજીત સભામાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા સૂચના આપવામાં આવતી હતી. એટલું નહીં એટીએસની ટીમે આ કટ્ટરપંથીઓના નામની યાદી કાનપુર પોલીસને સોંપી છે. ધર્માંતરણ રેકેટમાં આ શખસોની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. જેથી આ લોકોની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.

યુપી એટીએસએ  પ્રકરણમાં અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સૌ પ્રથમ ઉમર ગૌતમ અને મુફ્તી જહાંગીરની ધરપકડ કરાઈ હતી. આ બંનેની તપાસમાં અન્ય 3 વ્યક્તિઓની સંડોવણી સામે આવતા એટીએસની ટીમે તપાસ કરી હતી. અંતે તેમને પણ ઝડપી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પૂછપરછમાં કાનપુરના આઠ કટ્ટરપંથીઓના નામ સામે આવ્યાં હોવાનું જાણવા મળે છે.

આરોપીઓ ધર્મ પરિવર્તન કરાવતા પહેલા તેમને વિવિધ સભામાં લઈ જતા હતા. તેમજ સભામાં કોઈને વધારે રસ પડે તો તેમને આઈડીસી સાથે જોડાયેલા અન્ય લોકોનો સંપર્ક કરાવવામાં આવતો હતો. આ પ્રકરણની ક્રાઈમબ્રાન્ચે પણ પોતાની રીતે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આરોપીઓના મોબાઈલ ફોનના નંબરની પણ તપાસ કરવમાં આવી રહી છે.