Site icon Revoi.in

ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર થયા કોરોના સંક્રમિત

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન ચૂંટણી પંચના બે ઉચ્ચ અધિકારીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ કોરોનાએ સમગ્ર દેશમાં અજગર ભરડો લીધો છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર અને ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કોવિડ -19 નો શિકાર બન્યા છે. મહામારીને લગતી તમામ સમસ્યાઓ વચ્ચે કમિશન તેના અધિકારીઓ સાથે વીડિયો કોલ દ્વારા સતત સંપર્કમાં રહે છે. સુનીલ અરોરાના ગયા પછી સુશીલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. દેશભરમાં ચૂંટણીને લઈને પણ ઘણા સવાલ ઉભા થયા હતા. આ દરમિયાન ચૂંટણી કમિશનર કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થતા સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન પણ વધારે વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.