Site icon Revoi.in

ચીનના શાંધાઈમાં કોરોના વિસ્ફોટઃ ટેસ્ટીંગ માટે સેનાના જવાનોની મદદ લેવાઈ

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન ચીનના શંધાઈમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. શંધાઈમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ એક જ દિવસમાં આઠ હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ ચીનમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કોરોના ટેસ્ટીંગ માટે સેનાના જવાનો અને ડોકટરોની ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.  શંધાઈમાં અઢી કરોડથી વધારે લોકોના કોરોના ટેસ્ટ કરવા માટે અભિયાન શરૂ કરવામમાં આવ્યું છે.

સુત્રોન જણાવ્યા અનુસાર શંધાઈમાં સેના અને આરોગ્ય ટીમ વહેલી સવારથી વિવિધ વિસ્તારમાં તપાસમાં જોતરાઈ હતી. વહેલી સવારથી જ ટેસ્ટીંગ કેન્દ્રો ઉપર લોકોની ભીડ જોવા મળી હતી. ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીના 2000થી વધારે મેડિકલ સ્ટાફ શંધાઈ મોકલવામાં આવ્યો છે. 10 હજારથી વધારેની ટીમ કોરોના ટેસ્ટીંગમાં જોડાઈ છે.

દુનિયામાં કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં જ નોંધાયો હતો. વર્ષ 2020ના પ્રારંભમાં વુહાન શહેરમાં કોરોનાના કેસ મળી આવ્યાં હતા. વૈશ્વિક ધોરણો અનુસાર, શાંઘાઈમાં કોરાનાની લહેર બહુ ઝડપી નથી, પરંતુ ચીન જે રીતે કોરાના પરીક્ષણ, ટ્રેસિંગ અને ક્વોરેન્ટાઇનના પગલાં લઈને રોગચાળાને નિયંત્રિત કરે છે તે રીતે તે મહત્વપૂર્ણ છે. ચીનમાં કડક સંસર્ગનિષેધ નિયમો છે, જે અંતર્ગત તમામ સંક્રમિત દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને અન્ય લોકોથી અલગ કરવામાં આવે છે.

ક્વોરન્ટાઈન કેન્દ્રોમાં વધુ પડતી ભીડ, સ્વચ્છતાના અભાવ અને ખોરાક અને આવશ્યક દવાઓના અભાવને કારણે ત્યાં મોકલવામાં આવેલા દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રોગચાળાને ઝડપથી અને કડક રીતે કાબૂમાં લેવા સૂચના આપી છે.

Exit mobile version