Site icon Revoi.in

ગુજરાતમાં લોકોની લાપરવાહીથી વધતા જતા કોરોનાના કેસ, વધુ 1128 કેસ નોંધાયા, ત્રણના મોત

Social Share

ગાંધીનગર:  રાજ્યમાં વરસાદી વાતાવરણમાં વાયરલ બીમારીના કેસમાં વધારો થતો જાય છે, તો બીજી બાજુ કોરોનાએ પણ ફરીવાર માથુ ઉંચક્યુ છે. રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત શુક્રવારે  1100ને પાર પહોંચી ગયો છે, એટલે કે શુક્રવારે 1128 કેસ નોંધાયા હતા.  લોકો હજુ પણ લાપરવાહ રહેશે તો કોરોનાના કેસ વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1128 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણથી 902 દર્દીઓ સાજા થયા હતા. ત્યારે રાજ્યમાં કોરોનાથી શુક્રવારે ત્રણ દર્દીઓનું મોત નિપજ્યા હતા. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના  6218 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6208 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,36,031 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,968 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં શુક્રવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 391 કેસ નોંધાયા હતા અને ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે વડોદરા શહેરમાં 121, મહેસાણા જિલ્લામાં 79, સુરત જિલ્લામાં 64, સુરત શહેરમાં 52, ગાંધીનગર જિલ્લામાં 51, કચ્છ જિલ્લામાં 37, ગાંધીનગર શહેરમાં 35, વડોદરા જિલ્લામાં 31, રાજકોટ શહેરમાં 29, ભરૂચ જિલ્લામાં 22, રાજકોટ જિલ્લામાં 22, વલસાડ જિલ્લામાં 22, અમરેલી જિલ્લામાં 16, ભાવનગર શહેરમાં 16, નવસારી જિલ્લામાં 15, પાટણ જિલ્લામાં  15, મોરબી જિલ્લામાં 14, બનાસકાંઠા 12, આણંદ જિલ્લામાં 10, સાબરકાંઠા 10, એમ કુલ 1128 કેસ નોંધાયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં  શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,73,627 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3019 ને રસીનો પ્રથમ અને 10038 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 15-17 વર્ષના લોકો પૈકી 315 ને રસીનો પ્રથમ અને 2109 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 88870 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો હતો. 12-14 વર્ષના લોકો પૈકી 4397 ને રસીનો પ્રથમ અને 3940 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 460939 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,55,60,693 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.