Site icon Revoi.in

કોરોના સંકટઃ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રસીકરણ માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ

Social Share

દિલ્હીઃ ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ બાદ હવે બાળકોને કોરોનાની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પહેલા 12થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. બીજા તબક્કામાં રસીકરણ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. આ યોજનાને શરૂ કરવા માટે હાલ સરકાર ઝાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન પર વિશેષ કાર્ય સમિતિની ભલામણની રાહ જોઈ રહી છે.

રસીના ઉપયોગની મંજુરી બાદ બાળકોને પણ આ રસી આપવામાં આવી શકે છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, રસીકરણમાં બાળકોને સામેલ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ઝાયડસ કેડિલાની રસીના પરિક્ષણમાં 12 વર્ષ સુધીના બાળકોને સામેલ કરવામાં આવ્યાં છે. આ પ્રથમ તબક્કો હશે જે આ મહિનાથી ચાલુ કરીને સપ્ટેમ્બર સુધી ચાલશે. સપ્ટેમ્બરમાં કોવાક્સિનનું પરિક્ષણ પણ પુરુ થઈ જશે. આ હાલ 2થી 18 વર્ષના બાળકો ઉપર પરિક્ષણ ચાલી રહ્યું છે. જેનું પરિણામ સામે આવ્યા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસીકરણમાં સામેલ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રસીના ઉપયોગની મંજુરી મળ્યા બાદ રાજ્યોને દિશા નિર્દેશ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ રસીકરણ શાખામાં આ માટે સમગ્ર તૈયારીઓ કરી લીધી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં 18 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના 90 કરોડથી વધારે લોકો છે. જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 30થી 32 કરોડ બાળકો છે. બંને વેક્સિન સાથે રસીકરણ શરૂ કરવામાં આવશે. ભારત પાસે બાળકોના રસીકરણનો અનુભવ વધારે છે. જેની સકારત્મક અસર રસીકરણ ઉપર પડશે.