Site icon Revoi.in

કોરોના સંકટઃ ભારતમાં 10 ટકાથી વધારે વયસ્કોને અપાઈ વેક્સિન

Social Share

દિલ્હીઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ માટે રસી જ મહત્વની હોવાથી રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં અંદાજીત 10 ટકા પુખ્ત લોકોનું રસીકરણ થઈ ગયુ છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં લોકોને રસી આપવામાં આવી છે. એક અંદાજ અનુસાર મહારાષ્ટ્રમાં 30 ટકાથી વધારે લોકોએ કોરોનાના બંને ડોઝ લીધા છે. આગામી ડિસેમ્બર સુધીમાં દેશની તમામ જનતાને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારની કો-વિન સીસ્ટમમાં દર્શાવાયા અનુસાર 94 કરોડમાંથી 26.5 ટકા વસ્તીને કોરોના રસીનો એક ડોઝ મળી ચુકયો છે. 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરાયા બાદ અત્યાર સુધીમાં 43.6 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક કરોડથી વધારે લોકોને કોરોનાના બંને ડોઝ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં 18 વર્ષથી ઉપરની વ્યકિતઓને રસી આપવાનું શરૂ કરાયું હતું અને પ્રથમ દિવસે જ 88 લાખ ડોઝ અપાયા હતા.

સીરો સર્વેમાં બે તૃતિયાંશ વસતીમાં એન્ટીબોડી સાથે કોરોના રક્ષણ હોવાનું બહાર આવતા રસી લેનારાની સંખ્યા વધવા લાગી હતી. બીજી તરફ નિષ્ણાંતો રસીકરણ વધુ ઝડપી બનાવવાની સલાહ આપી રહ્યા છે. અત્યારે સરેરાશ રોજ 41 લાખ લોકોને રસી અપાય છે. આજ ગતિથી રસીકરણના સંજોગોમાં 31 ડીસેમ્બર સુધીમાં સમગ્ર વસતીને રસી આપવાનો ટારગેટ સિધ્ધ નહિં થઈ શકે.