Site icon Revoi.in

કોરોનાઃ ડેલ્ટા વેરિએન્ટની હાજરી દુનિયાના 85 દેશમાં જોવા મળી

Social Share

દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠન  (WHO)ના પ્રમુખના જણાવ્યા અનુસાર કોરોના વાયરસનો ભારતમાં પહેલીવાર જોવા મળેલો ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધીમાં સંક્રમણનું ગંભીર પ્રકાર છે. તેમજ તેમણે ચેતવણી પણ આપી હતી કે, ડેલ્ટા વેરિએન્ટ ઓછામાં ઓછા 85 દેશોમાં ફેલાઈ રહ્યો છે.

WHOના ડાયરેક્ટર ટેડરોસ આધાનો ધેબરેસસએ જણાવ્યું હતું કે, ગરીબ દેશોમાં રસીકરણના અભાવના કારણે ડેલ્ટા વેરિએન્ટને પ્રસારમાં મદદ મળી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમીર દેશ વિકાસશીલ દેશોને તત્કાલ રસી આપવા નથી માંગતા. ગરીબ દેશ નિરાશ છે કેમ કે તેમની પાસે રસી નથી.

યુનાઈટેડ કિંગડમમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણમાં છેલ્લા અઠવાડિયામાં નવા 35 હજાર જેટલા કેસ આમે આવ્યાં છે. આમ અહીં અત્યાર સુધીમાં ડેલ્ટા એરિએન્ટ સંક્રમિતોનો આંકડો 1.11 લાખને પાર થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં ડેલ્ટા વેરિએન્ટના કેસમાં 46 ટકાનો વધારો થયો છે. કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટની ઓળખ સૌથી પહેલા ભારતમાં થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં ભારતમાં અનેક લોકોના મોત થયાં હતા. તેમજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. કોરોનાની ત્રીજી લહેરને લઈને કેન્દ્રની પીએમ મોદી સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના રસીકરણ અભિયાનને પણ  વધારે તેજ બનાવવામાં આવ્યું છે. કોરોનાને ડામવા માટે રસીકરણ જ એકમાત્ર રામબાણ છે.