Site icon Revoi.in

કોરોના મહામારીમાં રસી લેનાર કોઈ વ્યક્તિનું નથી થયું મોતઃ સ્ટડીમાં દાવો

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે. તેમજ અત્યાર સુધીમાં દેશમાં 20 કરોડ કરતા વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી લોકોમાં કોરોનાની રસીને લઈને જાગૃતિ ફેલાઈ છે. તેમજ કોરોનાથી ડરેલા લોકો રસી લેવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. દરમિયાન એઈમ્સની સ્ટડીમાં એક ખુલાસો થયો છે. જે લોકોએ કોરોનાની રસી લીધી હતી તેમણે કોરોનાની બીજી લહેરમાં મોતને પણ મહાત આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકાર દ્વારા રસીકરણને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ લોકોને કોરોનાની રસી લેવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જો કે, હજુ પણ અનેક લોકો કોરોનાની રસીને લઈને ડરે છે. આ લોકોના ડરને દૂર કરવા માટે સરકાર કામગીરી કરી રહી છે. દરમિયાન એઇમ્સ દ્વારા એક મહત્વપૂર્ણ સ્ટડી કરવામાં આવી હતી. જેમાં દાવો કરાયો છે કે રસી લીધી હોય તેમનામાં કોરોનાને કારણે મોત થવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. કોરોના રસી લીધી હોય અને પછી કોરોના થયો હોય તેનાથી કોઇનું પણ મોત નથી થયું.રસી લીધા બાદ કોરોના થવાની શક્યતાઓ જરૂર રહેલી છે પણ મોતની શક્યતાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

એપ્રીલ અને મે મહિનામાં કોરોનાના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન જે આંકડા સામે આવ્યા તેના પર આ સ્ટડી કરાઈ હતી. જે મુજબ છેલ્લા બે મહિનામાં કોરોના રસી લીધી હોય તેમના મોત થયા હોય તેવો કોઇ જ કેસ સામે નથી આવ્યો.