Site icon Revoi.in

ભારતમાં કોરોના મહામારીમાં 162 તબીબ અને 107 નર્સના થયા મોત ?

Social Share

દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાએ ભરડો લીધો હતો. જો કે, ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણ ઘટ્યું છે. બીજી તરફ કોરોનાની રસીકરણનું મહાઅભિયાન સમગ્રદેશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોરના મહામારીમાં સૌથી વધારે મહત્વની જવાબદારી નિભાવનારા કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડ્યાં હતા. કોરોના મહામારીમાં 162 જેટલા તબીબોના મોત થયાં હોવાનું જાણવા મળે છે.

દેશમાં કોરોનાકાળમાં લોકડાઉન અને અનલોકમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે સુંદર કામગીરી કરી હતી. જેની કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી હતી. કોરોના પીડિતોને પુરતી સારવાર મળી રહે તે માટે આરોગ્ય કર્મચારીઓએ 24 કલાક ફરજ પર તૈનાત રહેતા હતા. દેશમાં અનેક આરોગ્ય કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયાં હતા. લોકોની સેવા કરનારા 162 તબીબ, 107 નર્સ અને 44 આશાવર્કરના કોરોના મહામારીમાં અંતિમ શ્વાસ લીધા છે.

આરોગ્ય રાજયમંત્રી અશ્વિનીકુમાર ચોબેએ જણાવ્યું હતું કે જે તબીબો સહીતનો પેરા મેડીકલ સ્ટાફના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે તેમને તમામને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ વિમાથી આવરી લેવાયા હતા અને તેઓના કુટુંબને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવી છે. કોરોના સંક્રમણમાં કામ કરનાર તમામ તબીબો અને પેરા મેડીકલ સ્ટાફનો અલગથી જ ખાસ વિમો લેવાયો હતો અને તેઓને આ વિમાની રકમ પણ મળશે અથવા આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ મોટાપાયે કોરનાની રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.