Site icon Revoi.in

કોરોના મહામારીઃ એપ્રિલ મહિનામાં જાહેર રજાના દિવસે પણ ચાલુ રહેશે રસીકરણ

Social Share

દિલ્હીઃ હાલ સમગ્ર ભારતમાં કોરોના મહામારી વચ્ચે 45 વર્ષથી વધુની વયના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન ચાલુ એપ્રિલ મહિનામાં જાહેર રજા અને રવિવારના દિવસે પણ રસીકરણ અભિયાન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સુવિધા સરકારી અને ખાનગી વેકસીનેશન સેન્ટર પર મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં વેકસીનેશનનો ત્રીજો તબકકો શરુ થયો છે અને અત્યાર સુધીમાં 6.50 કરોડ લોકોને વેકસીન અપાઈ છે પરંતુ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતા સરકાર હવે વેકસીનેશનમાં ઝડપ લાવવા માંગે છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે વેકસીનની કોઈ તંગી કે અછત થવા દેવામાં આવશે નહી. દરેક કેન્દ્ર પર સતત સપ્લાય મળતી રહે તે નિશ્ર્ચિત કરવામાં આવ્યું છે.

કેન્દ્રએ રાજયોને વેકસીન બગડી ન જાય તે જોવા માટે ખાસ સૂચના આપી છે. દેશમાં હાલ 6% વેકસીન ડોઝ બગડી ચૂકયા છે. બીજી તરફ કોવિશિલ્ડ વેકસીનની શેલ્ફ લાઈફ વધારીને 9 માસ કરવામાં આવી છે. વેકસીન નિર્માતા કંપનીઓના પરિક્ષણ બાદ આ નિર્ણય લેવાયો છે તેથી હાલ જે વેકસીન ઉપલબ્ધ છે તે પણ ત્રણ માસ એટલે કે છ ના બદલે નવ માસ ઉપયોગમાં લઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના રાજકીય આગેવાનો અને મહાનુભાવો પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમજ અન્યને પણ રસી લેવા માટે અપીલ કરી છે.