Site icon Revoi.in

કોરોનાનો ભરડોઃ દુનિયામાં ત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકોના થયા મોત

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 40 લાખથી વધારે લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચીનમાં ડિસેમ્બર 2019માં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ દુનિયાના વિવિધ દેશોમાં કોરોએ ભરડો લીધો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પે કોરોના માટે ચીનને જવાબદાર ઠરાવ્યું હતું. તેમજ ડબ્લ્યુએચઓની કામગીરી સામે પણ નારાજગી ફેલાઈ હતી. તાજેતરમાં જ ભારતમાં કોરોનાની બીજી લહેર આવી હતી. જેમાં અનેક પરિવારોએ તેમના સ્વજનને આ મહામારીમાં ગુમાવ્યાં છે.

ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 40 લાખ લોકોના મોત થયાંનો અંદાજ છે. એટલું જ નહીં ભારત, અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને મેક્સિકોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાં છે. દુનિયામાં કોરોનામાં મૃત્યુ પામાનારા પૈકી 50 ટકા લોકો ઉપરોક્ત ચાર દેશમાં લોકોના મોત થયાં છે.

દરમિયાન ભારતમાં 24 કલાકની અંદર કોરોના વાયરસના 60753 નવા મામલા નોંધાયા છે. આ બાદ હવે દેશમાં એક્ટિવ મામલા ઘટીને 7.60 લાખની પાસે પહોંચી ગયા છે. તેમજ રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે અને પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે.

Exit mobile version