Site icon Revoi.in

ગાઝિયાબાદમાં કોરોનાનો પગપેસારો,બે શાળાના પાંચ બાળકો કોરોનાથી સંક્રમિત

Social Share

લખનઉ :દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો કે ત્યાં વળી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે હવે કોરોના ગાઝિયાબાદની શાળાઓમાં પોતાની જાળ ફેલાવી રહ્યો છે.ત્યાં બે શાળાના પાંચ બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં ત્રણ બાળકો એક જ શાળાના છે. જયારે બે બાળકો અન્ય શાળામાં અભ્યાસ કરે છે. તાજેતરનો મામલો મંગલમ સ્કૂલનો છે. ત્યાં ત્રણ બાળકો કોવિડ સંક્રમિત મળી આવ્યા છે. હાલમાં, શાળા પ્રશાસને 11 અને 12 એપ્રિલ માટે ઑફલાઇન વર્ગો બંધ કરી દીધા છે.

આ પહેલા ઈન્દિરાપુરમની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.તેમાંથી એક છોકરી ગ્રેટર નોઈડા વેસ્ટની રહેવાસી છે.વિદ્યાર્થીઓમાં કોરોના પોઝિટિવ જણાયા બાદ સાવચેતીના ભાગરૂપે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે. શાળા તરફ પત્ર જારી કરીને કહેવામાં આવ્યું છે કે,થોડા દિવસો સુધી માત્ર ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે.

સ્કૂલ મેનેજમેન્ટનું કહેવું છે કે,રવિવારે વાલીઓને બાળકોના કોરોના સંક્રમિત થવાની જાણકારી આપવામાં આવી હતી.આ પછી શાળાને સેનિટાઈઝ કરવામાં આવી હતી.હવે શાળા 19 એપ્રિલે ફરી ખુલશે