Site icon Revoi.in

કોરોના :હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ,24 એપ્રિલ સુધી જારી રહેશે પ્રતિબંધ

Social Share

દિલ્હી:કેટલાક મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાયા બાદ હોંગકોંગે નવી દિલ્હી અને કોલકાતાથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.અહીં કોરોના કેસ વધ્યા બાદ હોંગકોંગ સરકાર દ્વારા કેટલાક નિયમો જારી કરવામાં આવ્યા છે.

હવે ભારતના પ્રવાસીઓ હોંગકોંગ ત્યારે જ પહોંચી શકશે જો તેમની મુસાફરીના 48 કલાક પહેલા કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવે.આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં હોંગકોંગે ભારત સહિત આઠ દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર બે સપ્તાહ માટે પ્રતિબંધની જાહેરાત કરી હતી.

એર ઈન્ડિયાએ રવિવારે ટ્વિટ કર્યું, “હોંગકોંગના અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો અને સેક્ટર પર મર્યાદિત માંગને કારણે હોંગકોંગની અમારી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.”એક નિવેદન જારી કરવામાં આવ્યું છે.તે સામાન્ય રીતે હોંગકોંગ સરકાર અથવા HKSAR સરકાર તરીકે પણ ઓળખાય છે.તેમણે કહ્યું કે,આ પ્રતિબંધ ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસીઓને અસર કરશે.

 

 

 

 

Exit mobile version