- ગોવામાં કોરોનાની અસર
- કોવિડ-19 કર્ફ્યું 12 જુલાઈ સુધી વધાર્યું
મુંબઈ : દેશમાં હજુ પણ કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી.જો આમાં લાપરવાહી દાખવવામાં આવશે તો ત્રીજી લહેર આવવાની પુરેપુરી શક્યતા છે. માટે ગોવા સરકારે રવિવારે કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે રાજ્યસ્તરીય કર્ફ્યુમાં 12 જુલાઇ સુધી લંબાવ્યું છે,પરંતુ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક મેળાવડા, લગ્નો અને અન્ય સભામાં 100 લોકો અથવા સ્થળની ક્ષમતાના 50 ટકા સંમેલનોને મંજૂરી આપી હતી.જો કે, રાજ્યમાં કસીનો 12 જુલાઈ સુધી બંધ રહેશે.
કર્ફ્યુ વધારવાની ઘોષણા કરવા જાહેર કરાયેલા એક જાહેરનામામાં સરકારે કહ્યું કે સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક મેળાવડા, લગ્ન અને અન્ય મેળાવડાની પરવાનગી 100 લોકો અથવા સ્થળની ક્ષમતાના 50 ટકા સાથે મંજુરી છે. ગોવામાં સંક્રમણના કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ 9 મેના રોજ લાદવામાં આવેલા કર્ફ્યુમાં સમય સમય પર વધારો કરવામાં આવ્યો છે. છેલ્લું એક્સ્ટેંશન 5 જુલાઈ સુધી હતું.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે,કર્ફ્યુ સમયગાળા દરમિયાન ઇન્ડોર સ્પોર્ટ્સ સંકુલ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ્સ અથવા સમાન સ્થળો, રિવર ક્રુઝ, વોટર-પાર્ક્સ, મનોરંજન પાર્ક, જિમ, સ્પા, મસાજ પાર્લર, સિનેમા હોલ, થિયેટરો અને અન્ય મથકો બંધ રહેશે.અધિકારીઓની પૂર્વ પરવાનગી લીધા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓને બાદ કરીને શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે.