Site icon Revoi.in

કોરોના કહેરઃ ઓમિક્રોનનો સબવેરિએન્ટ BA.2ની દુનિયાના 40 દેશોમાં એન્ટ્રી, વૈજ્ઞાનિકો ચિંતિત

Social Share

નવી દિલ્હી: વિશ્વભરના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતોની નજર ઓમિક્રોન વેરિઅન્ટના સબવેરિએન્ટ પર છે. અત્યાર સુધીમાં આ સબ વેરિયન્ટ અમેરિકા સહિત વિશ્વના 40 દેશોમાં પ્રવેશી ચુક્યો છે. કોરોનાવાયરસનું આ સંસ્કરણ જેને વૈજ્ઞાનિકો BA.2 કહી રહ્યા છે. તે Omicron ના મૂળ વર્ઝન કરતાં વધુ ઝડપી હોવાનું માનવામાં આવે છે. તેના આનુવંશિક બંધારણને કારણે તેની ઓળખ કરવી વધુ મુશ્કેલ છે. કેટલાક વૈજ્ઞાનિકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ સંસ્કરણ વધુ ચેપી હોઈ શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટનું આ સંસ્કરણ રસીની અસરને ખતમ કરી શકે છે અથવા ગંભીર રોગનું કારણ બની શકે છે કે કેમ તે વિશે વૈજ્ઞાનિકો હજુ સુધી વધુ જાણતા નથી.

નવેમ્બર 2021ના મધ્યભાગમાં 36થી વધારે દેશોમાં લગભગ BA.2 વર્જનના લગભગ 15,000 જેનેટિક સીક્કેંસ મળ્યાં હતા.  એક વૈશ્વિક પ્લેટફોર્મે કોરોના વાયરસનો આ ડેટા શેર કર્યો છે. અમેરિકામાં આ સીક્કેંસના 96 કેસ મળી આવ્યા છે. ટેક્સાસ, યુ.એસ.માં ડૉ. વિલી લોંગ, જેમણે BA.2 ના 3 કેસ મળ્યાં છે, ઓમિક્રોન વેરિઅન્ટનું આ સંસ્કરણ ક્યાંથી આવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

જોકે આ મ્યુટન્ટ એશિયા અને યુરોપમાં ખૂબ જ સામાન્ય બની ગયું છે. ડેનમાર્કમાં, કોવિડ-19ના તમામ કેસોમાંથી 45 ટકા આ સંસ્કરણ સાથે સંબંધિત છે. BA.2 સંસ્કરણમાં ઘણા પરિવર્તનો છે, જેમાંથી 20 સ્પાઇક પ્રોટીનમાં છે. પરંતુ હવે તેમાં વધારાના આનુવંશિક ફેરફારો છે જે પ્રારંભિક સંસ્કરણમાં જોવા મળ્યા ન હતા.