Site icon Revoi.in

કોરોનાના દર્દીઓ વધતા કોવિડ હોસ્પિટલોમાં રોજ 350 મે. ટન ઓક્સિજનનો વપરાશ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. કોરોના કહેરની બીજી લહેર દરમિયાન બદલાયેલાં લક્ષણોને કારણે કોવિડના દર્દીઓમાં શ્વાસની તકલીફો વધી રહી છે, જેથી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ છે, તેથી રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં દિવાળી બાદ ઓક્સિજનનો વપરાશ દૈનિક 50 મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો, પરંતુ હાલ ઓક્સિજનનો વપરાશ 350 મેટ્રિક ટને વિક્રમી સપાટીએ પહોંચતાં હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ અલર્ટ થઈ ગયાં અને રાજ્યમાં હાલ એક હજાર મે.ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે, તેમાંથી 60% મેડિકલ માટે અનામત રાખવાનો આદેશ કરાયો છે.

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ઓક્સિજનનો દૈનિક વપરાશ વધી રહ્યો છે, જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ વધતી જતી હોવાથી આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે.  દિવાળી બાદ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પરિણામે, હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ પ્રતિ દિવસ 50 મે.ટન સુધી ઘટી ગયો હતો, પરંતુ દિવાળી પછી કેસ વધતાં માર્ચ મહિનાથી ઓક્સિજનનો દૈનિક વપરાશ 250 મે.ટન સુધી પહોંચી ગયો હતો, જે હવે 330 મેટ્રિક ટને પહોંચતાં ઓક્સિજનનો વપરાશ પણ જબરદસ્ત વધતાં હોસ્પિટલોમાં પરિસ્થિતિ બગાડવા લાગી હતી, જેથી સરકાર એકાએક અલર્ટ થઈ ગઈ હતી. રાજ્યની કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં પણ ઓક્સિજન અંગે ગંભીરતાથી વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ હોવાથી ઓક્સિજનની હાલ કોઈ અછત સર્જાય એવી કોઈ સંભાવના નથી. આમ છતાં આગોતરી સાવચેતીઓના ભાગરૂપે સરકારે ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો નિર્ણય અને આદેશ કરી દીધો છે,