અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાએ પણ દસ્તક દીધી છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન વકરે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ કરાઈ છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા હવે ઘરે-ઘરે જઈને કોરોના રસીનો બીજો ડોઝ ના લીધો હોય તેમને શોધીને રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં હજુ 10 લાખ જેટલા લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી. લોકો કોરોનાની રસી લે તે માટે મનપા તંત્ર દ્વારા ખાધ્ય તેલ સહિતની વસ્તુઓ પણ આપવામાં આવી છે. તેમ છતા હજુ મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. જ્યારે બીજી તરફ કોરોના વાયરસે ફરી એકવાર માથુ ઉચક્યું છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
શહેરમાં હવે આરોગ્યની ટીમ ઘરે-ઘરે જઈને ચકાસણી કરી રહી રહી છે. જો કોઈએ વેક્સિન ન લીધી હોય તો તેને તાત્કાલિક રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ કામગીરી માટે શહેરમાં 300 જેટલી આરોગ્યની ટીમો કામે લાગેલી છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આ અભિયાનમાં કોર્પોરેશને અત્યાર સુધી 6.52 લાખ ઘરોમાં ચકાસણી કરી છે. આ તપાસ દરમિયાન 22 હજાર 994 લોકો એવા હતા જેમણે રસીનો એકપણ ડોઝ લીધો ન હતો. આવા લોકોને રસી મૂકવામાં આવી છે. આ ઉપરાંત જાહેર સ્થળો ઉપર પણ લોકોને કોરોનાની રસી આપવા કેમ્પ ઉભા કરવામાં આવ્યાં છે.
(Photo-File)